તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Friday, 20th November 2026
નેપાળના પીએમ બાલેન્દ્ર શાહની પ્રથમ ભારત મુલાકાતઃ ૨૨-૨૩ નવેમ્બરે પીએમ મોદી સાથે કરશે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મંત્રણા
ભારત-નેપાળ બિઝનેસ ફોરમમાં હાજરી આપશેઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત ઉપરાંત વિવિધ ઊર્જા પ્રોજેક્ટસનું સંયુક્ત ઉદ્ઘાટન કરશે

કાઠમંડુ, તા.૨૦: નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર આમંત્રણ પર આગામી ૨૨ થી ૨૩ નવેમ્બર દરમિયાન પોતાની પ્રથમ ઐતિહાસિક રાજ્ય મુલાકાતે ભારત આવી રહ્યા છે. નેપાળના વિદેશ સચિવ અમળત બહાદુર રાયે શુક્રવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન બાલેન્દ્ર શાહના નેતળત્વમાં ૩૪ સભ્યોનું એક ઉચ્ચ સ્તરીય સરકારી પ્રતિનિધિમંડળ કાઠમંડુથી નવી દિલ્હી જવા રવાના થશે. પદ સંભાળ્યા બાદ બાલેન્દ્ર શાહની આ પ્રથમ વિદેશ અને ભારત મુલાકાત હોવાથી દક્ષિણ એશિયાના રાજદ્વારી વર્તુળોમાં આ પ્રવાસને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
સત્તાવાર કાર્યક્રમ અનુસાર, નવી દિલ્હીમાં વડાપ્રધાન બાલેન્દ્ર શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની મહત્વપૂર્ણ વાટાઘાટો યોજાશે. આ બેઠક બાદ બંને નેતાઓ સંયુક્ત રીતે વિવિધ ઊર્જા સંબંધિત પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરશે તેમજ પરસ્પર સહયોગને નવી ઊંચાઈએ લઈ જતા અનેક દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર અને આદાન-પ્રદાન કરશે. ત્યારબાદ બંને વડાપ્રધાનો સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધશે અને પીએમ મોદી દ્વારા નેપાળી વડાપ્રધાનના માનમાં વિશેષ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, બાલેન્દ્ર શાહ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે સૌજન્ય મુલાકાત કરશે, રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરશે અને દ્વિપક્ષીય વેપાર-રોકાણને વેગ આપવા માટે નેપાળ-ભારત બિઝનેસ ફોરમમાં પણ ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે ભારત અને નેપાળ વચ્ચે સદીઓ જૂના ઐતિહાસિક, સાંસ્કળતિક અને રોટી-બેટીના ગાઢ સંબંધો રહ્યા છે, જે ૧૯૫૦ની શાંતિ અને મિત્રતાની સંધિ તથા ૧,૭૫૧ કિલોમીટર લાંબી ખુલ્લી સરહદથી જોડાયેલા છે. નેપાળના આ નવા અને યુવા રાજકીય નેતળત્વ હેઠળ હવે બંને દેશો વચ્ચેના પરંપરાગત સંબંધો વ્યવહારિક આર્થિક, હાઇડ્રોપાવર ઊર્જા અને ડિજિટલ એકીકરણ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. આગામી સોમવારે યોજાનારી આ શિખર મંત્રણામાં કનેક્ટિવિટી, સરહદ પારના વેપાર અને ઊર્જા ક્ષેત્રે કઈ મોટી જાહેરાતો થાય છે, તેના પર બંને દેશોની જનતાની નજર ટકેલી છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
