News of Friday, 18th September 2026
બેબી ફ્રૂડ અને ઈન્ફન્ટ પ્રોડક્ટ્સ વિવાદમાં નેસ્લે ઈન્ડિયાનો મોટો દાવો: ‘અમે FSSAI ના તમામ ગુણવત્તા ધોરણોનું પાલન કરીએ છીએ!’
ફૂડ સેફ્ટી ઓથોરિટીની કાર્યવાહી અને તપાસ વચ્ચે કંપનીએ આપી સ્પષ્ટતા: શિશુ આહારની ગુણવત્તા અને સલામતી સાથે કોઈ સમજૂતી નહીં કરવાનો દાવો

નવી દિલ્હી : દેશભરમાં નાના બાળકોના આહાર (ઈન્ફન્ટ ન્યુટ્રિશન) અને બેબી પ્રોડક્ટ્સની ગુણવત્તા તેમજ તેમાં ઉમેરવામાં આવતી ખાંડ અને પોષક તત્વો અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે ‘નેસ્લે ઈન્ડિયા’ (Nestlé India) એ મોટો સ્પષ્ટિકરણ આપ્યો છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા કરવામાં આવેલી આકરી તપાસ અને કાર્યવાહી બાદ કંપનીએ દાવો કર્યો છે કે તેમની તમામ પ્રોડક્ટ્સ ભારતીય ફૂડ સેફ્ટીના કડક નિયમો અને ધોરણોનું પૂર્ણપણે પાલન કરે છે.
કંપનીએ જારી કરેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત સહિત વૈશ્વિક સ્તરે શિશુ આહાર બનાવતી વખતે બાળકની સુરક્ષા અને આરોગ્યને સૌથી પ્રાથમિકતા આપવામાં આવે છે. નેસ્લે ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, "અમે FSSAI દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા તમામ વૈજ્ઞાનિક અને કાનૂની માપદંડોનું અક્ષરશઃ પાલન કરીએ છીએ. અમારી પ્રોડક્ટ્સમાં કોઈપણ હાનિકારક કે બિન-નિયમનકારી તત્વોનો ઉપયોગ કરવામાં આવતો નથી."
ઉલ્લેખનીય છે કે, અગાઉ વિદેશી સંસ્થાઓના અહેવાલો અને FSSAI ના કડક વલણને પગલે બેબી ફૂડ્સમાં વધારાની ખાંડ (Added Sugar) ની માત્રા અંગે ભારે હોબાળો મચ્યો હતો. જે બાદ દેશભરમાંથી નેસ્લે અને અન્ય ઈન્ફન્ટ ફૂડ બ્રાન્ડ્સના સેમ્પલ લઈને લેબોરેટરી ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. આ વિવાદ વચ્ચે નેસ્લે ઈન્ડિયાએ ગ્રાહકો અને વાલીઓનો વિશ્વાસ જાળવી રાખવા માટે પોતાના ઉત્પાદનો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની ખાતરી આપી છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
