<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

દેશની સરકારી બેન્કોની કમાણીનો નવો વિક્રમ, માત્ર છ મહિનામાં રૂ. ૧.૦૯ લાખ કરોડનો ચોખ્ખો નફો

ખરાબ લોન ઘટતાં બેન્કિંગ ક્ષેત્રની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બની

નવી દિલ્હી: દેશની જાહેર ક્ષેત્રની બેન્કોએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ છ મહિનામાં કુલ રૂ. ૧,૦૯,૫૪૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવી નવો વિક્રમ સર્જ્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ નફામાં ૧૬.૯ ટકાનો વધારો થયો છે. સરકારી બેન્કોનો કુલ વ્યવસાય પ્રથમ વખત રૂ. ૩૦૦ લાખ કરોડને પાર કરીને રૂ. ૩૦૧.૬ લાખ કરોડ થયો છે.

બેન્કોની નાણાકીય સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. કુલ બિનકાર્યક્ષમ લોનનું પ્રમાણ ઘટીને ૧.૬૯ ટકા અને ચોખ્ખી બિનકાર્યક્ષમ લોનનું પ્રમાણ ૦.૩૩ ટકા થયું છે. બેન્કોની ધિરાણ પ્રવૃત્તિમાં પણ વધારો નોંધાયો છે. સરકારના જણાવ્યા પ્રમાણે બેન્કિંગ સુધારા, કાર્યક્ષમતામાં વધારો અને નાણાકીય શિસ્તને કારણે આ પરિણામ મળ્યું છે. 

(11:23 PM IST)