News of Thursday, 18th June 2026
SEZનો નવો રેકોર્ડઃ નિકાસ ૩ લાખ કરોડને પારઃ ૧૨ વર્ષમાં ૬૭ ટકાનો જંગી ઉછાળો
દેશની કુલ SEZ નિકાસમાં રાજ્ય આશરે ૨૧ ટકા ફાળો આપે છે ગુજરાતના SEZમાં રોકાણ ૨૦૧૪-૧૫માં રૂ, ૧,૨૨,૬૫૪ કરોડ હતું જે વધીને ૨૦૨૫-૨૬માં રૂ, ૨,૨૮,૬૨૪ કરોડ થયું છે

નવી દિલ્હી તા.૧૮: ગુજરાતમાં આવેલા SEZ (સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સ)એ વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૩,૦૦,૭૯૩ કરોડની નિકાસ નોંધાવી હતી. રાજ્યમાં SEZથી થતી નિકાસે પ્રથમ વખત રૂ. ૩ લાખ કરોડનો આંકડો પાર કર્યો હતો. ૧૨ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૪-૧૫માં લ્ચ્ક્ષ્ની નિકાસ રૂ. ૧,૭૯,૮૦૮ કરોડ હતી, જેની સરખામણીએ આ મોટો વધારો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૨ વર્ષમાં ગુજરાતના SEZમાંથી થતી નિકાસમાં આશરે ૬૭ ટકાનો વધારો થયો છે. દેશની કુલ SEZ નિકાસમાં રાજ્ય આશરે ૨૧ ટકા ફાળો આપે છે. ગુજરાતના SEZની ૧૨ વર્ષની સિદ્ધિઓ અને પ્રગતિ તેમજ ભવિષ્ય માટેનું વિઝન વિષય પર યોજાયેલા પ્રોગ્રામ દરમિયાન આ સિદ્ધિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં બોલતા વાણિજ્ય મંત્રાલયના એડિશનલ સેક્રેટરી અજય ભાદુએ જણાવ્યું હતું કે, ભારતની એકંદર નિકાસ છેલ્લા દાયકામાં લગભગ બમણી થઈ ગઈ છે, જે અંદાજે ૪૪૧ બિલિયન ડોલરથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રેકોર્ડબ્રેક ૮૬૩ બિલિયન ડોલર થઈ ગઈ છે.
કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતના SEZમાં રોકાણ ૨૦૧૪-૧૫માં રૂ, ૧,૨૨,૬૫૪ કરોડ હતું જે વધીને ૨૦૨૫-૨૬માં રૂ, ૨,૨૮,૬૨૪ કરોડ થયું છે. આ જ સમયગાળા દરમિયાન, SEZ દ્વારા ઊભી કરવામાં આવેલી રોજગારી ૬૩,૪૭૫થી વધીને ૨.૨૨ લાખ પર પહોંચી ગઈ છે.
આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું કે, રાજ્યએ તાજેતરમાં વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૬ જાહેર કરી છે, જેમાં ૨૧ ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે. આ નીતિ રોકાણ આકર્ષશે અને ઔદ્યોગિક વિકાસને વેગ આપશે.ફિફા વર્લ્ડ કપ
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
