<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

અમેરિકાના નોર્થ કેરોલિનામાં સમુદ્રે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું : ઊંચાં મોજાંને કારણે રેતીના કુદરતી અવરોધો તૂટ્યા, હાઇવે ઉપર પાણી ફરી વળ્યાં

હેટરસ અને ઓક્રાકોક ટાપુઓ પર પૂરનું સંકટઃ હાઇવે નંબર ૧૨ ચાર સ્થળોએ બંધ કરાયો, વાહનચાલકોને જોખમી માર્ગોથી દૂર રહેવા સૂચના

રેલે, તા. ૨૭ : અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યના આઉટર બેન્ક્સ વિસ્તારમાં શક્તિશાળી દરિયાઈ વાવાઝોડાને કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. હેટરસ ગામની ઉત્તરે દરિયાનાં પાણી રેતીના અવરોધો પાર કરીને હાઇવે નંબર ૧૨ ઉપર ફરી વળ્યાં છે.

હેટરસ અને ઓક્રાકોક ટાપુઓને જોડતા આ મહત્વપૂર્ણ માર્ગને ચાર સ્થળોએ બંધ કરવાની ફરજ પડી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચી ભરતી અને ભારે પવનથી પાણીનું સ્તર વધ્યું છે.

સ્થાનિક વહીવટીતંત્રએ પ્રવાસીઓ અને રહેવાસીઓને જોખમી દરિયાકાંઠાથી દૂર રહેવા સૂચના આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌથી ગંભીર દરિયાઈ પૂરની અસર પસાર થઈ છે, જોકે ફરી પાણી ઘૂસવાનું જોખમ યથાવત્ છે. માર્ગ ફરી ખોલવાનો ચોક્કસ સમય જાહેર થયો નહોતો. 

(9:42 AM IST)