News of Tuesday, 20th October 2026
નોર્વેઃ સોશિયલ મીડિયા અને ગેમ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી
નોર્વે એક મોટો નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે

નવી દિલ્હી,તા.૨૦: નોર્વે સરકાર હવે એક નવો કાયદો લાવી રહી છે, જેના હેઠળ તે બાળકો માટે સોશિયલ મીડિયા અને ગેમ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ કાયદો ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જારી કરવામાં આવશે.
નોર્વેમાં બાળકો માટે પ્રસ્તાવિત બિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સમાવેશ કરવામાં આવશે, જેને હાનિકારક માનવામાં આવે છે. સરકારે સોમવારે આ માહિતી જાહેર કરી હતી, જે રોબ્લોક્સ, સ્નેપચેટ અને ટિકટોક સહિત મેસેજિગ અને ગેમિગ સેવાઓ એપ્લિકેશનોને અસર કરી શકે છે.
નોર્વેએ એપ્રિલમાં જાહેરાત કરી હતી કે તે વર્ષના અંત સુધીમાં સંસદમાં એક બિલ રજૂ કરશે. આ હેઠળ, બાળકોને ૧૬ વર્ષની ઉંમર સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે.
નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા બદલ ટ્રમ્પે નોર્વે પર આકરા પ્રહારો કર્યા હતા.
વપરાશકર્તાઓની ઉંમર ચકાસણી માટે કંપનીઓ જવાબદાર રહેશે, અને જે લોકો તેમની જવાબદારીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તેમને દંડનો સામનો કરવો પડશે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું નથી કે પ્રતિબંધ કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાગુ થશે.
નોર્વે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકનાર અથવા પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહેલો પહેલો દેશ નથી. બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર ઓસ્ટ્રેલિયા પહેલો દેશ હતો.
ઓસ્ટ્રેલિયાના નિયમો હેઠળ, ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન નિયમોને કારણે, ફેસબુક, યુટ્યુબ, એક્સ, સ્નેપચેટ, વગેરેએ વય ચકાસણી લાગુ કરવી પડી હતી.
ઓસ્ટ્રેલિયાને અનુસરીને, ઑસ્ટ્રિયાએ પણ માર્ચ ૨૦૨૬ માં નિયમ રજૂ કર્યો. ત્યારબાદ, બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા માટે ત્યાં એક બિલ રજૂ કરવામાં આવ્યું. બ્રાઝિલે પણ નવા કાયદા રજૂ કર્યા છે. કેનેડાએ પણ આ સંદર્ભમાં નિયમો લાગુ કર્યા છે. ભવિષ્યમાં વધુ દેશો પણ નિયમો રજૂ કરી શકે છે
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
