News of Tuesday, 10th November 2026
કેરળ તથા આસપાસના વિસ્તારોમાં પેટ્રોલમાં ૨૦ નહીં પરંતુ ૩૦થી ૩૧ ટકા સુધી ઇથેનોલનું મિશ્રણ : ભારે ચકચાર
અહેવાલો અને ફરિયાદો બાદ કન્નુર જિલ્લા સિવિલ સપ્લાય વિભાગ એક્શન મોડમાં:આ પ્રકારે વધુ પડતાં ઇથેનોલના ઉપયોગથી વાહનોના એન્જિન ખરાબ થવાની અને માઈલેજ ઘટવાની ભીતિ

કેરળના કન્નુર જિલ્લામાંથી વાહનચાલકો અને સામાન્ય જનતા માટે અત્યંત મહત્વપૂર્ણ અને ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. પડોશી રાજ્યોમાં પેટ્રોલમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવતું હોવાના અહેવાલો અને ફરિયાદો સામે આવ્યા બાદ કન્નુર જિલ્લા સિવિલ સપ્લાય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. વિભાગની વિવિધ ટુકડીઓ દ્વારા જિલ્લાભરના પેટ્રોલ પમ્પ પર સરપ્રાઈઝ ઈન્સપેક્શન એટલે કે ઓચિંતી તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે.સરકારી નિયમો અને પર્યાવરણીય નીતિઓ અનુસાર પેટ્રોલમાં મહત્તમ ૨૦ ટકા સુધી જ ઇથેનોલનું મિશ્રણ કરવાની કાનૂની મંજૂરી આપવામાં આવેલી છે. પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચાલતા વિવાદમાં અને તપાસ દરમિયાન કેરળ તથા આસપાસના વિસ્તારોમાં પેટ્રોલમાં ૨૦ નહીં પરંતુ ૩૦થી ૩૧ ટકા સુધી ઇથેનોલ ભળેલું હોવાનું સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ પ્રકારે વધુ પડતાં ઇથેનોલના ઉપયોગથી વાહનોના એન્જિન ખરાબ થવાની અને માઈલેજ ઘટવાની ભીતિ સેવાઈ રહી છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
