<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં હવે ૪ નવી વિશેષ પૂજાઓનો લાભ

નવી શરૂ કરવામાં આવેલી આ વિધિઓમાં સહષાનામ મહાપ્રસાદ પૂજા, સહષાનામ આશીર્વચન મહાપૂજા, શૃંગારિકા પૂજા અને અથર્વશીર્ષ હવનનો સમાવેશ

મુંબઇ તા.૧૮: શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્‍ટે ભક્‍તો માટે ૪ નવી વિશેષ પૂજાઓ શરૂ કરી છે જેનાથી મંદિરમાં ઉપલબ્‍ધ ધાર્મિક-સેવાઓમાં વધારો થયો છે. નવી શરૂ કરવામાં આવેલી આ વિધિઓમાં સહષનામ મહાપ્રસાદ પૂજા, સહષનામ આશીર્વચન મહાપૂજા, શૃંગારિકા પૂજા અને અથર્વશીર્ષ હવનનો સમાવેશ થાય છે.

 જે ભક્‍તો આ પૂજાઓ કરાવવા ઇચ્‍છતા હોય અથવા વધુ માહિતી મેળવવા માગતા હોય તેઓ મંદિરના પૂજા બુકિંગ કાઉન્‍ટરનો સંપર્ક કરી શકે છે. સહષાનામ મહાપ્રસાદ પૂજામાં ભગવાન ગણેશની ચાંદીની પ્રતિમાનું ષોડશોપચાર પૂજન કરવામાં આવે છે. ત્‍યાર બાદ ભગવાનનાં ૧૦૦૦ નામોના જાપ સાથે તેમનો અભિષેક કરવામાં આવે છે અને પુષ્‍પો અર્પણ કરવામાં આવે છે. આ પૂજા માટે નોંધણી શુલ્‍ક ૨૫,૦૦૦ રૂપિયા છે અને પરિવારના પાંચ સભ્‍યો માટે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે.

સહષનામ આશીર્વચન મહાપૂજા જેનું શુલ્‍ક ૫૦,૦૦૦ રૂપિયા છે એમાં અથર્વશીર્ષના ૧૨૧ પાઠ સાથે અભિષેક અને સહષાનામ પુષ્‍પાર્ચનનો સમાવેશ થાય છે. આમાં પરિવારના ૧૦ સભ્‍યો માટે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે.

શૃંગારિકા પૂજા જેનું શુલ્‍ક ૨૫,૦૦૦ રૂપિયા છે એમાં ભગવાનને રેશમી વષો, કેળના સ્‍તંભો, સુગંધિત પુષ્‍પો, હાર અને અન્‍ય સામગ્રીઓથી શણગારવામાં આવે છે. નોંધણી કરાવનાર ભક્‍તોને સવારની આરતીમાં આમંત્રિત કરવામાં આવે છે અને ત્‍યાર બાદ તેમને આશીર્વાદ આપવામાં આવે છે.

(12:04 PM IST)