News of Monday, 28th September 2026
હવે ૨૮ નહીં, ૩૦ દિવસ ચાલશે રિચાર્જ!૧૩ને બદલે ૧૨ રિચાર્જની ચર્ચા
મોબાઈલ યુઝર્સ માટે TRAI નોમોટો નિયમઃ ૩૦ દિવસની વેલિડિટીથી બદલાશે રિચાર્જનું ગણિત

નવી દિલ્હી તા.૨૮: હવે ૨૮ નહીં, ૩૦ દિવસ ચાલશે રિચાર્જ! મોબાઈલ યુઝર્સ માટે TRAiે મોટો નિયમ, ૧૩ને બદલે ૧૨ રિચાર્જની ચર્ચા. નવી દિલ્હીઃ ભારતમાં પ્રીપેડ મોબાઈલ ગ્રાહકો માટે રિચાર્જને લઈને મહત્વનો ફેરફાર સામે આવ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ Telecom Consumers Protection (Thirteenth Amendment) Regulations, 2026 જાહેર કર્યા છે. આ નિયમોમાં ટેલિકોમ કંપનીઓને ૩૦ દિવસની વેલિડિટી ધરાવતા તેમજ દર મહિને સમાન તારીખે રિન્યૂ થઈ શકે તેવા Voice અને SMS આધારિત Special Tariff Vouchers (STVs) ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ ભારતમાં પ્રીપેડ મોબાઈલ ગ્રાહકો માટે રિચાર્જને લઈને મહત્વનો ફેરફાર સામે આવ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ Telecom Consumers Protection (Thirteenth Amendment) Regulations, ૨૦૨૬ જાહેર કર્યા છે. આ નિયમોમાં ટેલિકોમ કંપનીઓને ૩૦ દિવસની વેલિડિટી ધરાવતા તેમજ દર મહિને સમાન તારીખે રિન્યૂ થઈ શકે તેવા Voice અને SMS આધારિત Special Tariff Vouchers (STVs) ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે. નિયમો ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ જાહેર થયેલા ગેઝેટમાં નોંધાયા છે અને પ્રકાશન બાદ ૩૦ દિવસ પછી અમલમાં આવશે.
હાલમાં અનેક પ્રીપેડ પ્લાન ૨૮ દિવસની વેલિડિટી સાથે ઉપલબ્ધ હોવાને કારણે ગ્રાહકોએ વર્ષ દરમિયાન ૧૨ મહિનાની સેવા માટે ૧૩ વખત રિચાર્જ કરાવવાની સ્થિતિ ઊભી થતી હતી. રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ સંસદમાં ૨૮ દિવસના ‘માસિક' રિચાર્જના મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. ૨૭ સપ્ટેમ્બરે તેમણે X પર નવા નિયમોનું સ્વાગત કરતાં જણાવ્યું કે ૩૦ દિવસના પ્લાનથી વાર્ષિક રિચાર્જની સંખ્યા ૧૩થી ઘટીને ૧૨ થઈ શકે છે. જોકે, TRAi નિયમનો મુખ્ય ફોકસ ચોક્કસ STV કેટેગરીમાં ૩૦ દિવસ અને માસિક રિન્યૂઅલ સહિત વિવિધ વેલિડિટી વિકલ્પો ઉપલબ્ધ કરાવવાનો છે.
નવા નિયમોની સૌથી મહત્વની બાબતોમાંની એક Voice અને SMS-only પ્લાન છે. TRAIએ જણાવ્યું છે કે જે ગ્રાહકોને મોબાઈલ ડેટાની જરૂર નથી, તેમને ડેટા સાથેનું બંડલ પેક લેવાની ફરજ ન પડે તે માટે અલગ Voice-SMS STVs ઉપલબ્ધ કરાવવા પડશે. ૩૦ દિવસ અને તેનાથી ઓછી વેલિડિટી ધરાવતા સંબંધિત STVs માટે આવા વિકલ્પો, દર મહિને સમાન તારીખે રિન્યૂ થઈ શકે તેવા પ્લાન અને ઓછામાં ઓછો એક લાંબી વેલિડિટીનો Voice-SMS-only STV ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે. આવા પ્લાનમાં ડેટા સામેલ ન હોવાથી તેની કિમતમાં યોગ્ય ઘટાડો કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
TRAIઅંતિમ દસ્તાવેજમાં ખાસ કરીને એવા ગ્રાહકોની જરૂરિયાતનો ઉલ્લેખ છે જેઓ મુખ્યત્વે કોલ અને SMSનો ઉપયોગ કરે છે. તેમાં ઓછી આવક ધરાવતા ગ્રાહકો, ગ્રામ્ય વિસ્તારોના લોકો, વરિષ્ઠ નાગરિકો અને ફીચર ફોન વપરાશકર્તાઓનો સમાવેશ થાય છે. વ્ય્ખ્ત્ની પ્રક્રિયા દરમિયાન ગ્રાહકો, ટેલિકોમ કંપનીઓ, ઉદ્યોગ સંગઠનો અને ગ્રાહક સંસ્થાઓ સહિત વિવિધ હિતધારકો પાસેથી અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. કુલ ૧,૧૩૨ પ્રતિસાદ મળ્યા હતા અને ૧૫ જૂન ૨૦૨૬ના રોજ Open House Discussion પણ યોજાઈ હતી.
નવા નિયમોનો હેતુ ગ્રાહકોને એક જ પ્રકારના બંડલ પેક સુધી મર્યાદિત રાખવાને બદલે તેમની જરૂરિયાત મુજબ વિકલ્પો આપવાનો છે. TRAIએ સ્પષ્ટ કર્યું છે કે Voice-SMS-only પ્લાન હાલના Voice-SMS-Data બંડલને બદલશે નહીં, પરંતુ વધારાના વિકલ્પ તરીકે ઉપલબ્ધ રહેશે. ટેલિકોમ કંપનીઓને આવા STVsની કિમત નક્કી કરવામાં વ્યાવસાયિક સ્વતંત્રતા રહેશે, પરંતુ ડેટા વગરના પ્લાન માટે યોગ્ય ટેરિફ ઘટાડો કરવાની જોગવાઈ છે. એટલે કે, આગળ જતા ગ્રાહકો માટે ૩૦ દિવસની વેલિડિટી, માસિક રિન્યૂઅલ અને ડેટા વગરના Voice-SMS પ્લાન જેવા વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે ઉપલબ્ધ થવાની શક્યતા.
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
