<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

હવે CNGમાં વધારાનો ડામ, ૧૧ દિવસમાં ચોથી વાર વધ્‍યા ભાવ

અમદાવાદ-સુરતમાં ૮૨ રુપિયા પાર પહોંચ્‍યો ભાવ

નવી દિલ્‍હી તા.૨૬: મોંઘવારી ઘટવાના કોઈ સંકેત દેખાતા નથી. જ્‍યારે દરેક વ્‍યક્‍તિ પહેલાથી જ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી ઝઝૂમી રહ્યો છે, ત્‍યારે CNG પણ હવે સામાન્‍ય માણસનું ખિસ્‍સું ખાલી કરી રહ્યો છે. નોંધનીય છે કે CNG ના ભાવ ફરી એકવાર વધ્‍યા છે.  દિલ્‍હીમાં CNG ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂા.૨ નો વધારો થયો છે. ગઈકાલ સુધી, CNG નો ભાવ રૂા.૮૧.૦૯ હતો; જોકે, આ રૂા. ૨ ના વધારા બાદ, CNG હવે દિલ્‍હીમાં રૂા. ૮૩.૦૯ પ્રતિ કિલોગ્રામના દરે ઉપલબ્‍ધ થશે.

દિલ્‍હીઃ રૂા.૮૩.૦૯ પ્રતિ કિલો

નોઇડાઃ રૂા.૯૧.૭૦ પ્રતિ કિલો

ગુરુગ્રામઃ રૂા.૮૪.૧૨ પ્રતિ કિલો

ગાઝિયાબાદઃ રૂા.૧૦૨.૯૦ પ્રતિ કિલો

ફરીદાબાદઃ રૂા.૯૦.૩૦ પ્રતિ કિલો

મુંબઈઃ રૂા.૮૧.૦૦ પ્રતિ કિલો

કોલકાતઃ રૂા.૯૩.૫૦ પ્રતિ કિલો

ચેન્નાઈઃ રૂા.૯૧.૫૦ પ્રતિ કિલો

બેંગલુરુઃ રૂા.૯૦.૦૦ પ્રતિ કિલો

હૈદરાબાદઃ રૂા.૯૭.૦૦ પ્રતિ કિલો

અમદાવાદઃ રૂા.૮૨.૨૫ પ્રતિ કિલો

પુણેઃ રૂા.૯૨.૫૦ પ્રતિ કિલો

સોનીપતઃ રૂા.૮૬.૬૦ પ્રતિ કિલો

કરનાલઃ રૂા.૮૫.૪૩ પ્રતિ કિલો

લખનૌઃ રૂા.૯૫.૭૫ પ્રતિ કિલો

આગ્રાઃ રૂા.૯૫.૭૫ પ્રતિ કિલો

મેરઠઃ રૂા.૮૬.૦૫ પ્રતિ કિલો કિલો

પટણાઃ રૂા.૮૭.૯૦ પ્રતિ કિલો

ઇન્‍દોરઃ રૂા.૯૩.૫૫ પ્રતિ કિલો

જયપુરઃ રૂા.૯૦.૯૧ પ્રતિ કિલો

સુરતઃ રૂા.૮૨.૯૫ પ્રતિ કિલો

CNG ના ભાવ ૧૧ દિવસમાં ચોથી વખત વધ્‍યા

આજના (૨૬ મે) રૂા.૨ ના વધારા પહેલા, ૨૩ મે, શનિવારના રોજ CNG ના ભાવમાં રૂા.૧ પ્રતિ કિલોનો વધારો થઈ ચૂક્‍યો હતો. અગાઉ, CNG નો ભાવ રૂા.૮૦.૦૯ હતો, જે પછીથી વધીને રૂા.૮૧.૦૯ થયો હતો. નોંધનીય છે કે મે મહિનામાં અત્‍યાર સુધીમાં CNG ના ભાવમાં ચાર વખત વધારો કરવામાં આવ્‍યો છે.

મુંબઈમાં હજુ સુધી CNG ના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગયા મહિને ભાવમાં ૫૦ પૈસાનો વધારો થયો હતો, અને ત્‍યારથી, દર રૂા.૮૧ પર યથાવત છે.

(10:05 AM IST)