તા. ૨૬ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૬ શુક્રવાર
News of Monday, 19th October 2026
હવે સુપ્રીમ કોર્ટને પણ ધરણાં કરવાં છે
દિલ્હી હાઈકોર્ટની પાસે ફુટપાથનો અભાવઃ સરકારને આપી પચીસ નવેમ્બરની ડેડલાઇન, નહીંતર ન્યાયાધીશો વિરોધ-પ્રદર્શન કરશે

નવી દિલ્હી,તા.૧૯: સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે કે જો પચીસ નવેમ્બર પહેલાં મથુરા રોડ પર રાહદારીઓની સલામતી સુનિヘતિ કરવા માટે નક્કર પગલાં લેવામાં નહીં આવે તો એના ન્યાયાધીશો દિલ્હી હાઈ કોર્ટના મુખ્ય દરવાજા પર ધરણાં કરી શકે છે. ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથને દિલ્હી હાઈ કોર્ટ જંક્શન અને નેશનલ ઝૂઓલોજિકલ પાર્ક નજીક ખતરનાક ક્રોસિગને ઠીક કરવામાં વિલંબ વિશે ચિંતા વ્યક્ત કરી હતી જેનો ઉપયોગ વકીલો, અરજદારો અને બાળકો દ્વારા દરરોજ કરવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટે સખત ચેતવણીભર્યા શબ્દોમાં કહ્યું હતું કે આગામી સુનાવણી પહેલાં આ કામ નહીં થાય તો અમે ત્યાં ધરણાં કરવા બેસી જઈશું અને ઍડિશનલ સોલિસિટર જનરલ વિક્રમજિત બેનરજીને ઘરે જવા નહીં દઈએ
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
