<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

૧૦ વર્ષમાં NGOની સંખ્‍યા અડધી થઈઃ વિદેશી ફંડિગ રૂ.૧૭,૮૩૨ કરોડથી વધી રૂ. ૨૨,૯૭૪ કરોડ

FCRA સુધારા અંગેની જેપીસીમાં વિગતો અપાઈઃ પોણા ભાગનું ફંડ ક્રિヘયિન સંસ્‍થાઓને મળ્‍યું

નવી દિલ્‍હીઃ તા.૧૯: ફોરેન કન્‍ટ્રીબ્‍યુશન (રેગ્‍યુલેશન) એક્‍ટ હેઠળ નોંધાયેલી સક્રિય બિન-સરકારી સંસ્‍થાઓની સંખ્‍યા છેલ્‍લા એક દાયકામાં ઘટીને અડધી થઈ ગઈ છે. જોકે વિદેશથી મળતા ફંડિગમાં વધારો થયો છે. જેમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ધાર્મિક સંસ્‍થાઓને મળેલા કુલ રૂ. ૧,૮૪૧ કરોડમાંથી લગભગ પોણા ભાગનું ફંડ ક્રિヘયિન સંસ્‍થાઓને મળ્‍યું છે.

દેશમાં બિન-સરકારી સંસ્‍થાઓ અને વિદેશી ફંડિગ પર સરકારની કડક દેખરેખનો પ્રસ્‍તાવ મુકનારા વિવાદાસ્‍પદ FCRA સુધારા વિધેયકની સમીક્ષા કરવા માટે રચાયેલી સંસદની સંયુક્‍ત સમિતિ (JPC)ની પ્રથમ બેઠકમાં આ માહિતી ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી.

કેન્‍દ્રીય ગૃહ સચિવ ગોવિદ મોહનના નેતૃત્‍વ હેઠળના અધિકારીઓની ટીમે ભાજપના સાંસદ સંજય જાયસવાલના અધ્‍યક્ષપણા હેઠળની JPCને જણાવ્‍યું હતું કે ૧૫ રાજ્‍યોમાં FCRA હેઠળ નોંધાયેલી ૧૪,૪૬૬ સક્રિય NGO છે, જેમાં તામિલનાડુ ૨, ૧૦૨ સંસ્‍થાઓ સાથે મોખરે છે. ત્‍યારબાદ મહારાષ્ટ્ર (૧,૫૭૮), કર્ણાટક (૧,૩૫૫), દિલ્‍હી (૧,૨૧૮), આંધ્રપ્રદેશ (૧,૦૨૨) અને કેરળ (૧,૦૧૩)નો ક્રમ આવે છે.

વિદેશી ફંડિગ મેળવતી તમામ સંસ્‍થાઓ માટે FCRA હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત છે, જેમાં ગૃહ મંત્રાલય નોડલ ઓથોરિટી તરીકે કામ કરે છે. વર્ષ ૨૦૧૫માં FCRA હેઠળ નોંધાયેલી સક્રિય NGOની સંખ્‍યા ૨૯,૦૨૨ હતી. FCRA નોંધાયેલી NGO દ્વારા વિદેશથી મેળવવામાં આવતું ફંડિગ ૨૦૧૫-૧૬માં રૂ. ૧૭,૮૩૨ કરોડ હતું, જે વધીને ૨૦૨૪-૨૫માં રૂ. ૨૨,૯૭૪ કરોડ થયું છે. આ જ સમયગાળા દરમિયાન, સક્રિય NGOની સંખ્‍યા ૨૯,૦૨૨થી ઘટીને ૧૪,૪૬૬ થઈ ગઈ છે.

વર્ષ ૨૦૨૪-૨૫માં, મુખ્‍ય દાન આપનારા દેશોમાં યુ.એસ.એ. (USA) સૌથી વધુ રૂ. ૧૨,૧૧૩ કરોડનુંઙ્કયોગદાન આપ્‍યું હતું. બ્રિટન રૂ. ૨,૪૧૪ કરોડ સાથે બીજા સ્‍થાને રહ્યું હતું, ત્‍યાર બાદ જર્મની (રૂ. ૧,૭૮૨ કરોડ), સ્‍વિટ્‍ઝર્લેન્‍ડ (રૂ. ૭૩૩ કરોડ) અને સિગાપોર (રૂ. ૬૬૯ કરોડ)નો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રાપ્ત થયેલી કુલ રકમમાંથી રૂ. ૫,૧૫૦ કરોડ ધાર્મિક સંસ્‍થાઓ પાસે ગયા હતા, જેમાં ૨૦૨૪-૨૫માં ખ્રિસ્‍તી સંસ્‍થાઓને રૂ. ૧,૩૪૫ કરોડ સાથે મોટાભાગનું ફંડ મળ્‍યું હતું, જ્‍યારે હિન્‍દુ NGO રૂ. ૩૨૮ કરોડ સાથે બીજા સ્‍થાને રહી હતી. બિન-ધાર્મિક તરીકે વર્ગીકૃત કરાયેલી સંસ્‍થાઓને એ જ નાણાકીય વર્ષ દરમિયાન રૂ. ૬૦ કરોડ મળ્‍યા હતા, ત્‍યારબાદ બૌદ્ધ NGOને રૂ. ૫૧ કરોડ અને મુસ્‍લિમ જૂથોને રૂ. ૧૯ કરોડ મળ્‍યા હતા. ૨૦૨૪-૨૫માં વિદેશી ફંડ મેળવનારી સંસ્‍થાઓ ધરાવતા રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં દિલ્‍હી રૂ. ૫,૮૩૪ કરોડ સાથે પ્રથમ સ્‍થાને રહ્યું હતું, ત્‍યારબાદ કર્ણાટક (રૂ. ૩,૧૬૪ કરોડ), મહારાષ્ટ્ર (રૂ. ૨,૩૮૫ કરોડ) અને તમિલનાડુ (રૂ. ૨,૩૧૩ કરોડ) નો ક્રમ આવે છે. કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમર્મા વિદેશી યોગદાનનો સિહફાળો ખ્રિસ્‍તી સંસ્‍થાઓને મળ્‍યો હતો, જ્‍યારે ગુજરાત, દિલ્‍હી અને તામિલનાડુમાં મોટાભાગની રકમ હિન્‍દુ NGOને મળી હતી.

(11:08 AM IST)