<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

વિધાનસભા ચૂંટણીઓના મતદારમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્‍યા વધુ

પશ્ચિમ બંગાળમાં એકંદરે ૯૨.૦૬ ટકા પુરુષો અને ૯૩.૮ ટકા મહિલાઓએ મતદાન કર્યું

નવી દિલ્‍હી,તા.૯: તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં જંગી મતદાન થયુ હતું. સરેરાશ ઊંચા મતદાનમાં પણ પુરુષ મતદારોની સરખામણીએ મહિલાઓની સંખ્‍યા વધારે જોવા મળી હતી. ચૂંટણી પંચના ડેટા મુજબ, પヘમિ બંગાળની ૨૯૩ બેઠકો પર સરેરાશ ૯૩.૭૧ ટકા મતદાન થયુ હતું. રાજ્‍યના ૬.૮૧ કરોડ મતદારોમાંથી ૬.૩૮ કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. ૯૨.૦૬ ટકા પુરુષ મતદારોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્‍યારે ૯૩.૮ ટકા મહિલા મતદારોએ મત આપ્‍યા હતા.

તમિલનાડુમાં ૮૫.૦૧ ટકા મતદાન નોંધાયુ હતું. ૫.૭૪ કરોડમાંથી ૪.૮ કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. ૮૩.૭૭ ટકા પુરુષ મતદારોએ તથા ૮૬.૨ ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. આસામમાં પણ મહિલા મતદારોની સક્રિયતા વધુ જોવા મળી હતી. આસામમાં કુલ ૮૫.૭૪ ટકા મતદાન થયું હતું. રાજ્‍યમાં ૨.૧૫ કરોડ મતદારોએ મત આપ્‍યા હતા. ૮૪.૯૫ ટકા પુરુષ મતદારોએ અને ૮૬.૫૩ ટકા મહિલા મતદારોએ મત આપ્‍યા હતા.

કેરળમાં કુલ ૨.૧૨ કરોડ મતદારોએ મત આપતા ૭૮.૧૧ ટકા મત નોંધાયા હતા. ૭૪.૯ ટકા પુરુ મતદારોની સરખામણીએ ૮૧.૧૭ ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. પુડુચેરીમાં ૮૯.૯૨ ટકા મત નોંધાયા હતા. મહિલા મતદારોએ ૯૧.૩૧ ટકા મત આપ્‍યા હતા. આમ, દરેક મતવિસ્‍તારમાં મહિલાઓનું મતદાન વધારે હોવા છતાં મહિલા ઉમેદવારોની સંખ્‍યા ઓછી રહી હતી.

દરેક રાજ્‍યમાં મહિલા ધારાસભ્‍યનું પ્રમાણ ઘણું ઓછું

૨૩૪ વિધાનસભા બેઠક ધરાવતા તમિલનાડુમાં માત્ર ૨૩ (૯.૮૩ ટકા) મહિલા ધારાસભ્‍ય છે. પヘમિ બંગાળમાં ૨૯૩ બેઠક સામે ૩૭ (૧૨.૬૨ ટકા) મહિલા ધારાસભ્‍ય છે. કેરળના ૧૪૦ ધારાસભ્‍યમાં માત્ર ૧૧ (૭.૮૫ ટકા) મહિલા છે. ત્રીજી જેન્‍ડરના માત્ર બે સભ્‍યએ ઉમેદવારી નોંધાવી હતી. તમિલનાડુ અને કેરળમાં ઊભેલા આ બંને ઉમેદવારની ડીપોઝિટ જપ્ત થઈ હતી.

(9:50 AM IST)