<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

દિલ્હીના ચાંદની ચોકમાં મહિલા શૌચાલયોની સંખ્યા વધારવામાં આવશે: રેખા ગુપ્તા

અતિક્રમણ અને ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક ઝુંબેશ શરૂથશે :ચાંદની ચોકમાં ત્રણ શિફ્ટમાં 120 સફાઈ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા

નવી દિલ્હી :દિલ્હીના ચાંદની ચોકમાં અતિક્રમણ અને ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી અને ઇન્દ્રપ્રસ્થ હેરિટેજ રિડેવલપમેન્ટ કોર્પોરેશન (IVPN) ના અધ્યક્ષ રેખા ગુપ્તાએ જૂની દિલ્હીના કાયાકલ્પ અંગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મહિલા શૌચાલયોની સંખ્યા વધારવામાં આવશે, અને QR કોડ આધારિત ફરિયાદ પ્રણાલી લાગુ કરવામાં આવશે. બેઠકમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે બજારમાં 24 કલાક સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે ચાંદની ચોકમાં ત્રણ શિફ્ટમાં 120 સફાઈ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે

(9:32 PM IST)