<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

જુની ટેકસ વ્‍યવસ્‍થા, યુપીઆઇ પેમેન્‍ટ, ક્રેડીટ કાર્ડ, શેર બજાર સહિતના નિયમોકાલથી બદલાશે

પગારદારથી માંડી વેપારી વર્ગને થશે સીધી અસર

નવી દિલ્‍હીઃ મહિનાના અંત સાથે જ આપણા નાણાકીય જીવનને સંચાલિત કરતા ઘણા મુખ્ય નિયમોમાં પણ ફેરફાર થાય છે. નવો મહિનો તમારા નાણાકીય લેણદેણ, કમાણી, બચત અને ખર્ચની રીતોમાં નોંધપાત્ર પરિવર્તન લાવે છે. ભલે તમે પગારદાર કર્મચારી હોય, ટેક્સપેયર હોય, શેરબજારના વેપારી હોય, અથવા ફક્ત તમારા દૈનિક ચુકવણી માટે UPI નો ઉપયોગ કરતા હોય, આ મહિનો તમારા માટે ખાસ છે. બેંકિંગ ફીમાં વધારાથી લઈને એડવાન્સ ટેક્સ જમા કરાવવાની સમયમર્યાદા સુધી, ઘણા નવા નિયમો હવે અમલમાં આવી રહ્યા છે.
જો તમે ટેક્સ ભરો છો, તો તમારા કેલેન્ડર પર 15 જૂન માર્ક કરો. જે કરદાતાઓની અંદાજિત ટેક્સ આપવાની 10,000 રુપિયાથી વધુ છે તેમણે આ તારીખ સુધીમાં નાણાકીય વર્ષ 2026-27 માટે તેમના એડવાન્સ ટેક્સનો પહેલો હપ્તો જમા કરાવવો જરુરી છે. આ ડેડલાઇન સુધીમાં કુલ ટેક્સના ઓછામાં ઓછા 15 ટકા ચૂકવવું ફરજિયાત છે. આ પહેલી વાર છે કે આ એડવાન્સ હપ્તો સંપૂર્ણપણે નવા આવકવેરા કાયદા 2025 અને આવકવેરા નિયમો, 2026 ના દાયરામાં જમા કરવામાં આવશે. સમયસર ચુકવણી કરવામાં નિષ્ફળતાના પરિણામે દર મહિને 1% વધારાનો વ્યાજ ચાર્જ લાગી શકે છે.
ત્યાં જૂની ટેક્સ વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરતા પગારદાર વ્યક્તિઓને સારા સમાચાર મળ્યા છે. હોસ્ટેલ ભથ્થાં માટેની ટેક્સ છૂટ મર્યાદા હવે વધારીને 9,000 રુપિયા પ્રતિ માસ કરવામાં આવી છે. બાળકોના શિક્ષણ માટેનું ભથ્થું પણ 100 રુપિયા થી વધીને 3,000 રુપિયા પ્રતિ બાળક પ્રતિ માસ થયું છે. સાથે જ બેંગલુરુ, પુણે, હૈદરાબાદ અને અમદાવાદ જેવા મુખ્ય શહેરોને હવે 50% HRA છૂટ માટે પાત્ર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આનાથી આ શહેરોમાં રહેતા કર્મચારીઓને ટેક્સમાં મોટો ફાયદો થશે.
બેંકિંગ મોરચે પણ મોટા ફેરફારો થયો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI પેમેન્ટ્સની સુરક્ષા વધારવા માટે એક નવી સુવિધા શરૂ કરી છે. હવે, જ્યારે પણ તમે કોઈનો QR કોડ સ્કેન કરો છો અથવા મોબાઇલ નંબર દાખલ કરીને પૈસા મોકલો છો, ત્યારે તે વ્યક્તિનું ચકાસાયેલ નામ જેમ કે તેમની બેંકમાં નોંધાયેલ છે તે સ્ક્રીન પર દેખાશે. આનાથી નકલી ઓળખ દ્વારા થતી ઓનલાઈન છેતરપિંડીને રોકી શકાશે. આ સાથે જ EPFO હવે UPI દ્વારા PF ભંડોળના તાત્કાલિક ઉપાડને સક્ષમ કરવા માટેની સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે, જે કર્મચારીઓને તેમના પૈસા ખૂબ ઝડપથી પ્રાપ્ત કરવાની મંજૂરી આપશે.

બીજી તરફ, ભારે ક્રેડિટ કાર્ડ યૂઝર્સ માટે ખર્ચ વધવાની તૈયારીમાં છે. કોટક મહિન્દ્રા બેંકે યુટિલિટી બિલ, ઇંધણ અને ભાડાની ચુકવણી જેવા ખર્ચ પર મેળવેલા રિવોર્ડ પોઈન્ટ્સને મર્યાદિત કરી દીધા છે. હવે, ભાડા અથવા શિક્ષણ સંબંધિત ચુકવણી પર 1% ફી લાગુ થશે. બેંક ઓફ બરોડાએ તેના 'વન કો-બ્રાન્ડેડ' ક્રેડિટ કાર્ડ માટે બાકી બેલેન્સ પર વ્યાજ દર પણ 23 જૂનથી 3.49% થી વધારીને 3.75% પ્રતિ માસ કર્યો છે. ICICI બેંક 18 જૂનથી એમેઝોન પે ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચુકવણી પર 1% રિવોર્ડ લાભ બંધ કરી રહી છે. સાથે જ HDFC બેંકના ગ્રાહકોએ નોંધ લેવી જોઈએ કે, 25 જૂનથી તેમને ફક્ત 100 રુપિયા થી વધુની UPI ચુકવણીઓ અને 500 રુપિયા થી વધુની UPI માટે SMS એલર્ટ પ્રાપ્ત થશે. જોકે, તમામ લેણદેણ સંબંધિત વિગતો ઇમેઇલ દ્વારા મોકલવામાં આવશે.
શેરબજારના ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં દાવ લગાવતા વેપારીઓ માટે હવે સેબીનો 50:50 માર્જિન નિયમ સંપૂર્ણ રીતે અમલમાં આવી ગયો છે. આ નવા નિયમ હેઠળ, રોકાણકારોએ તેમના ટ્રેડિંગ માર્જિનના ઓછામાં ઓછા 50 % રોકડ અથવા રોકડ સમાન સાધનોમાં રાખવી જરૂરી છે. હવે ફક્ત શેર ગીરવે મૂકીને સમગ્ર માર્જિનની જરૂરિયાત પૂરી કરવી શક્ય નથી. આ પગલાથી બજારમાં જોખમને વધારે સારુ બનાવશે.
સ્વચ્છ ઉર્જા તરફ પગલાં લેનારાઓ માટે એક નવો નિયમ રજૂ કરવામાં આવ્યો છે. હવે બધા સૌર પ્રોજેક્ટ્સ માટે - ભલે તે સરકારી સબસિડી હોય કે નેટ મીટરિંગ - ફક્ત ALMM  સૂચિમાં સામેલ સોલર મોડ્યુલનો ઉપયોગ કરવો ફરજિયાત કરી દીધો છે. સરકારના આ પગલાનો હેતુ સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાનો છે. જો કે, બજાર નિષ્ણાતો માને છે કે, આ નિયમનના પરિણામે ઘરોમાં સૌર સિસ્ટમ સ્થાપિત કરવાનો પ્રારંભિક ખર્ચ થોડો વધી શકે છે.

(3:41 PM IST)