News of Wednesday, 27th May 2026
બપોરના સમયે બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ : તીવ્ર ગરમી વચ્ચે પીએમ મોદીએ લોકોને આપી સલાહ
પીએમ મોદીએ આ કપરી ઋતુમાં પરિવારના સભ્યો, ખાસ કરીને બાળકો, વડીલો અને બીમાર લોકોની તબિયતનું ખાસ ધ્યાન રાખવા પર ભાર મૂક્યો

નવી દિલ્હી : દેશના અનેક શહેરોમાં સતત વધી રહેલા તાપમાન અને આકરી લૂની સ્થિતિને ગંભીરતાથી લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને ખાસ સાવધ રહેવા અપીલ કરી છે. પીએમ મોદીએ જણાવ્યું છે કે આ આકરા ઉનાળામાં નાની-નાની સાવચેતી રાખવાથી ગરમીના પ્રકોપથી મોટો બચાવ થઈ શકે છે.
વડાપ્રધાને નાગરિકોને સલાહ આપતા કહ્યું છે કે, તેજ ધૂપ અને લૂ દરમિયાન ઘરની બહાર નીકળતી વખતે વિશેષ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે બપોરના સમયે બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આ સાથે જ શરીરને સ્વસ્થ અને હાઇડ્રેટ રાખવા માટે દિવસ દરમિયાન પૂરતી માત્રામાં પાણી, લીંબુ પાણી કે ઓઆરએસ (ORS) જેવા પ્રવાહી પીતા રહેવું જોઈએ.
પીએમ મોદીએ આ કપરી ઋતુમાં પરિવારના સભ્યો, ખાસ કરીને બાળકો, વડીલો અને બીમાર લોકોની તબિયતનું ખાસ ધ્યાન રાખવા પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત, તેમણે માનવતાના અભિગમ સાથે દેશના નાગરિકોને પોતાના ઘરની બહાર, અગાશી પર કે બાલ્કનીમાં અબોલ પક્ષીઓ અને જરૂરિયાતમંદો માટે પાણીથી ભરેલા કુંડા રાખવા માટે પણ હૃદયપૂર્વકની અપીલ કરી છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
