News of Friday, 11th September 2026
ઓનલાઇન મંગાવ્યો સ્માર્ટફોન, બોક્સમાંથી નીકળ્યું છાણ
છેતરપિંડીની ફરિયાદ પોલીસ અને સાઇબર ક્રાઇમ સેલમાં

ગ્રેટર નોએડા,તા.૧૧: ઑનલાઇન શોપિગ કર્યા પછી ઘણી વાર જે મગાવ્યું હોય એને બદલે ભળતું જ કંઈક આવ્યું હોય એવા ઘણા કિસ્સા બને છે, પણ ગ્રેટર નોએડાના એક યુવકે મગાવેલા સ્માર્ટફોનના બોક્સમાંથી ગાયનું છાણ નીકળવાની ઘટના બની છે. આકાશ નાગર નામના આ યુવાને પાર્સલ આવ્યું ત્યારે ઉત્સાહમાં આવીને જેવું કુરિયરનું પેકિગ ખોલ્યું કે તરત જ તેની ખુશી આઘાતમાં ફેરવાઈ ગઈ. ઑર્ડર કરેલા મોબાઇલને બદલે બોક્સની અંદર ગાયના છાણનું ખાતર ભરેલું હતું. ઑનલાઇન શોપિગના નામે પોતાની સાથે છેતરપિડી થઈ હોવાનું સમજાતાં જ આકાશે તાત્કાલિક સ્થાનિક પોલીસ-સ્ટેશન અને સાઇબર ક્રાઇમ સેલમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
