<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

આર્ટ ઓફ લિવિંગ જેવી સંસ્થાઓ યુવાનોને પડકારોનો સામનો કરવા પ્રેરણા આપે છે

બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગનો 45મો વર્ષગાંઠ સમારોહમાં પીએમ મોદીએ યુવાનો અને આધ્યાત્મિકતાની શક્તિ પર આપ્યો ભાર

બેંગલુરુમાં યોજાયેલા આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન ના 45મા વર્ષગાંઠ સમારોહમાં પીએમ નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે ભારત આજે આધ્યાત્મિકતા અને વિકાસ બંને ક્ષેત્રે નવી ઊંચાઈ સર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, યોગ અને પ્રાણાયામ આપણા સંસ્કારનો મહત્વપૂર્ણ ભાગ છે અને શ્રી શ્રી રવિ શંકર દ્વારા રોપાયેલું આર્ટ ઓફ લિવિંગનું બીજ આજે વિશાળ વટવૃક્ષ બનીને સમાજને જોડે છે. 

   પીએમ મોદીએ ઉમેર્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં થતા બદલાવો આર્થિક વ્યવસ્થાને નવી દિશા આપી રહ્યા છે અને ભારત ડિજિટલ સહિત અનેક ક્ષેત્રોમાં આગેવાની લઈ રહ્યું છે. તેમણે ખાસ કરીને યુવા શક્તિને દેશની મોટી ઉપલબ્ધિઓનું મુખ્ય કારણ ગણાવીને જણાવ્યું કે આર્ટ ઓફ લિવિંગ જેવી સંસ્થાઓ યુવાનોને પડકારોનો સામનો કરવા પ્રેરણા આપે છે

(6:26 PM IST)