News of Tuesday, 24th November 2026
‘ગંગાજળ, બનારસી શાલ અને કલમકારી' સ્ટાઈલનું રામાયણનું પેઇન્ટિંગ
પીએમ મોદીએ નેપાલના વડાને શું ભેટ આપી?: કાશીનું પવિત્ર ગંગાજળ એક સુંદર કોતરણીવાળા પિત્તળના કળશમાં અર્પણ કર્યું, આ જળ પવિત્ર ગંગા નદીમાંથી લેવામાં આવ્યું છે, જે કાશી વિશ્વનાથ મંદિર પાસેથી વહે છેઃ આ ભેટનું ગહન ધાર્મિક મહત્ત્વ છે

નવી દિલ્હી,તા.૨૪: વડા પ્રધાન મોદીએ નેપાલના વડા પ્રધાન બાલેન્દ્ર શાહને ત્રણ વિશેષ ભેટ આપી છે. શાહ હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે છે. મોદીએ આપેલી ભેટોમાં કાશીનું પવિત્ર ગંગાજળ, બનારસી રેશમી શાલ અને ‘કલમકારી‘ સ્ટાઈલમાં તૈયાર કરાયેલું સંપૂર્ણ રામાયણનું ચિત્ર સામેલ છે.
વડા પ્રધાન મોદીએ નેપાલના વડા પ્રધાનને કાશીનું પવિત્ર ગંગાજળ એક સુંદર કોતરણીવાળા પિત્તળના કળશમાં અર્પણ કર્યું. આ જળ પવિત્ર ગંગા નદીમાંથી લેવામાં આવ્યું છે, જે કાશી વિશ્વનાથ મંદિર પાસેથી વહે છે. આ ભેટનું ગહન ધાર્મિક મહત્ત્વ છે; તે કાશીના બાબા વિશ્વનાથ અને કાઠમંડુના ભગવાન પશુપતિનાથ વચ્ચેના આધ્યાત્મિક બંધનને પ્રતીકાત્મક રીતે દર્શાવે છેજે બન્ને ભગવાન શિવના જ સ્વરૂપો છે અને અત્યંત પૂજનીય છે.
બીજી ભેટ તરીકે, નરેન્દ્ર મોદીએ વારાણસીનો બનારસી રેશમી (બ્રોકેડ) શાલ આપ્યું. આ શાલ પર પરંપરાગત ડિઝાઇનો અને ચમકદાર ‘ઝરી‘ (ધાતુના તાર)નું કામ કરવામાં આવ્યું છે, જેને વારાણસીના કુશળ વણકરો દ્વારા ખૂબ જ ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે. આ શાલને ગુજરાતની પરંપરાગત ‘સડેલી‘ (Sadeli) કળાથી બનેલા બોક્સમાં મૂકીને ભેટ આપવામાં આવ્યું હતું. બોક્સ પર જાટિલ ભૌમિતિક ડિઝાઇનો ઉત્કૃષ્ટ કોતરણી જોવા મળે છે. આ ભેટો વારાણસી અને ગુજરાત બન્નેના પરંપરાગત હસ્તકલા કૌશલ્યો, પેઢી દર પેઢી ચાલી આવતી કારીગરી અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિબિત કરે છે.
ત્રીજી ભેટ તરીકે, નેપાલના વડા પ્રધાનને ‘કલમકારી‘ સ્ટાઈલમાં તૈયાર કરાયેલું, સંપૂર્ણ રામાયણ દર્શાવતું એક વિશાળ ચિત્ર ભેટમાં આપવામાં આવ્યું છે. આ ચિત્ર ભગવાન રામના જીવનની મુખ્ય ઘટનાઓને દર્શાવે છેતેમના જન્મ અને વનવાસના સમયગાળાથી લઈને રાવણ પરના વિજય અને અંતે અયોધ્યામાં તેમના પુનરાગમન સુધીની કથા તેમાં આલેખાયેલી છે. આ ચિત્ર આંધ્રપ્રદેશની પરંપરાગત ‘શ્રીકાલાહસ્તી‘ સ્ટાઈલમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેને સુતરાઉ કાપડ પર હાથેથી ચિત્રિત કરવામાં આવ્યું છે, જેમાં કલાકારોએ વાંસની કલમો અને કુદરતી રંગોનો ઉપયોગ કર્યો છે
આ ચિત્ર ભારત અને નેપાલ વચ્ચેના સહિયારા ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધોને પણ પ્રતિબિબિત કરે છે. તે ભગવાન રામની જન્મભૂમિ ‘અયોધ્યા‘ અને માતા સીતાની જન્મભૂમિ ગણાતા ‘જનકપુર‘ વચ્ચેના ધાર્મિક જોડાણનું પ્રતીકાત્મક મહત્ત્વ ધરાવે છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
