<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પાકિસ્‍તાની મંત્રી ભારત પહોંચ્‍યા

મંત્રી મુસાદિક મસૂદ મલિક ૨૨ નવેમ્‍બર સુધી દિલ્‍હીમાં યોજાનારા SCO સંવાદ મંચમાં ભાગ લેશે

નવી દિલ્‍હી,તા.૨૦: ઓપરેશન સિદૂર બાદ પ્રથમ વખત પાકિસ્‍તાનના કોઈ મંત્રી ભારતની મુલાકાતે આવ્‍યા છે. પાકિસ્‍તાનના જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ સંકલન બાબતોના સંઘીય મંત્રી મુસાદિક મસૂદ મલિક નવી દિલ્‍હી પહોંચ્‍યા છે. તેઓ ૨૦થી ૨૨ નવેમ્‍બર દરમિયાન યોજાનારા પ્રથમ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સભ્‍યતા સંવાદ મંચમાં ભાગ લેશે.

પાકિસ્‍તાન હાઈ કમિશને સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી હતી. નવી દિલ્‍હી એરપોર્ટ પર પાકિસ્‍તાનના ચાર્જ ડી અફેર્સ સાદ વારાઇચે તેમનું સ્‍વાગત કર્યું હતું.

મુસાદિક મલિક આ મંચ પર પાકિસ્‍તાનનું પ્રતિનિધિત્‍વ કરશે અને સભ્‍યતાઓ વચ્‍ચે સંવાદ, સહયોગ તથા સાંસ્‍કૃતિક સમજણનું મહત્ત્વ રજૂ કરશે. ભારતે SCOના તમામ ૧૦ સભ્‍ય દેશો ઉપરાંત નિરીક્ષક દેશો અને સંવાદ ભાગીદારોને પણ આમંત્રણ આપ્‍યું છે.

ઉલ્‍લેખનીય છે કે પાકિસ્‍તાન હાલમાં ૨૦૨૬-૨૭ના કાર્યકાળ માટે લ્‍ઘ્‍બ્‍ના રાષ્ટ્રાધ્‍યક્ષોની પરિષદની અધ્‍યક્ષતા કરી રહ્યું છે. ઓપરેશન સિદૂર બાદ બંને દેશો વચ્‍ચેના તણાવપૂર્ણ સંબંધોની વચ્‍ચે પાકિસ્‍તાની મંત્રીની આ મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોકે, આ મુલાકાત દ્વિપક્ષીય મંત્રણા માટે નહીં, પરંતુ SCOના કાર્યક્રમમાં ભાગ લેવા માટે છે.

(3:36 PM IST)