<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

પેનડ્રાઈવની કિંમતોમાં છ મહિનામાં ૩૦૦ ટકાનો તોતિંગ વધારો

ચિ૫ની અછતથી સેંકડો લોકો ક્‍લાઉડના વિકલ્‍પ તરફ વળ્‍યા : છ મહિના પહેલાં ૭૦૦ રૂ.માં મળતી 128 GB હાઈસ્‍પીડ પેનડ્રાઈવના ભાવ હવે રૂ.૨૪૦૦ થયાં

મુંબઈ,તા.૨૨: આજકાલ કમ્‍પ્‍યુટર શોપમાં કે ઓનલાઈન પ્‍લેટફોર્મ પર જાઓ તો પેનડ્રાઈવ અને મેમરી કાર્ડની કિમતો જોઈને આંખો ફાટી જાય ! વિદ્યાર્થીઓ, વ્‍યવસાયીઓ અને સામાન્‍ય લોકો માટે મહત્‍વની આ ડિજિટલ સ્‍ટોરેજ ડિવાઈસની કિમતોમાં છેલ્‍લા છ મહિનામાં ૩૦૦ ટકાથી વધુનો ઉછાળો આવ્‍યો છે.

ભારતીય બજારમાં ફરીવાર મેમરી કાર્ડ અને પેનડ્રાઈવના ભાવમાં સરેરાશ ૧૨૪ ટકાનો વધારો થયો છે, મેમરી કાર્ડમાં લગભગ ત્રણ ગણાં ભાવ વધ્‍યા છે. જ્‍યારે કેટલાક પ્રોડક્‍ટ્‍સમાં તો ૨૬૧ ટકા સુધીનો જમ્‍પ જોવા મળ્‍યો છે. ગુજરાતમાં પણ અમદાવાદના સીજી રોડ, રિલિફ રોડ, સુરતના પાર્લે પોઈન્‍ટ અને રાજકોટના બજારોમાં આ જ પરિસ્‍થિતિ છે.

આ વધારાનું મુખ્‍ય કારણ છે વૈશ્વિક NAND ફલેશ મેમરીની અછત. વિશ્વની મોટી કંપનીઓ જેમ કે સેમસંગ, સેન્‍ડિસ્‍ક અને સ્‍ક હાઈનિક્‍સે પોતાના પ્રોડક્‍શનને  AI ડેટા સેન્‍ટર્સ અને હાઇ-એન્‍ડ સર્વર્સ

તરફ વાળી દીધું છે. જનરેટિવ AI માંગ વધતાં હાઈ-બેન્‍ડવિડ્‍થ મેમરી (HBM) અને એન્‍ટરપ્રાઈઝ SSD પર ફોકસ વધ્‍યું છે. પરિણામે કન્‍ઝ્‍યુમર લેવલની પેનડ્રાઈવ માટે વપરાતી જૂની NAND ચિપ્‍સનું ઉત્‍પાદન ઘટ્‍યું છે. સેમસંગે NAND કોન્‍ટ્રાક્‍ટ પ્રાઇસ ૬૦ ટકા વધાર્યા છે, જ્‍યારે સેન્‍ડિસ્‍કે નવેમ્‍બર  ૨૦૨૫માં ૫૦ ટકા વધારો કર્યો. કિગ્‍સટને જણાવ્‍યું કે ૨૦૨૫માં NANDના ભાવ ૨૪૬ ટકા વધ્‍યા છે!! ભારતમાં આ સમસ્‍યા વધુ ગંભીર છે કારણ કે અમે મોટા ભાગની પેનડ્રાઈવ ચીનથી આયાત કરીએ છીએ. સરકારે ચીની પેનડ્રાઈવ પર એન્‍ટિ-ડમ્‍પિંગ ડયુટી લગાવવાની તૈયારી કરી છે, જેનાથી કિમતો વધુ વધી શકે છે. ઉપરાંત

ડોલરની તાકાત, ઇન્‍ફલેશન અને સપ્‍લાય ચેઈનની અડચણો પણ કારણભૂત છે. કન્‍ઝ્‍યુમર સ્‍ટોરેજ માર્કેટમાં ૫ ટકાનો વૃદ્ધિ થયો છે, પરંતુ AI કારણે સપ્‍લાય ઓછી થતાં ભાવ વધ્‍યા છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓ અને સ્‍મોલ બિઝનેસ માટે આ મોટી મુશ્‍કેલી છે. એક શોપકીપરે જણાવ્‍યું, ‘પહેલાં 128GB પેનડ્રાઈવ રૂ.૭૦૦માં મળતી, હવે રૂ. ૨૪૦૦થી ઉપર જાય છે.' નિષ્‍ણાતો કહે છે કે ૨૦૨૬માં પણ આ વલણ ચાલુ રહેશે એવી શક્‍યતા છે. આ અંગે વાત કરતાં સોફટવેર એન્‍જિનિયર જણાવે છે કે ક્‍લાઉડ સ્‍ટોરેજના લીધે પેનડ્રાઈવનો ઉપયોગ ઘટ્‍યો છે પરંતુ જે બુટેબલ મીડિયા અને પોટેબલ મીડિયા જોઈતું હોય તો તેમાં પેનડ્રાઈવનો વિકલ્‍પ નથી.

(10:37 AM IST)