<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

જીએસટી-૩બી રિટર્ન મોડું ભરનાર પાસેથી હવે દંડ વસૂલાત નહીં થાય

૨૦ તારીખ વીતી ગયા બાદ મહિનાના અંત સુધીમાં રિટર્ન ભરવું પડશે : પરંતુ વ્‍યાજ વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્‍યો

મુંબઇ તા.૧૬: જીએસટી લાગુ થયાના ૧૦ વર્ષે વેપારીઓને મોડું રિટર્ન ભરવા બદલ દંડમાંથી મુક્‍તિ આપવાની જાહેરાત કરતો નિર્ણય જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં કરવામાં આવ્‍યો છે.

એક મહિનો વીતી ગયા બાદ બીજા મહિનાની ૨૦ તારીખ સુધીમાં વેપારીએ જીએસટીમાં ૩બી રિટર્ન ભરી દેવાનું હોય છે. ત્‍યારબાદ રિટર્ન ભરવામાં આવે તો રોજના ૫૦ રૂપિયા અને નીલ રિટર્ન હોય તો રોજના ૨૦ રૂપિયા લેખે દંડ વસૂલ કરવામાં આવે છે. પરંતુ હાલમાં મળેલી જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં વેપારી ૨૦ તારીખ પછી અને મહિનાના અંત સુધીમાં એટલે કે ૩૦ તારીખ પહેલા

રિટર્ન ભરે તો તેની પાસેથી દંડની વસૂલાત નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. જોકે વેપારીએ જીએસટીને જે રકમ ભરવાની હોય તે રકમ પેટે ૧૮ ટકા લેખે વ્‍યાજ વસૂલાત કરવામાં આવશે. આ કારણોસર વેપારીઓને દંડ ભરવામાંથી મુક્‍તિ તો મળી છે પરંતુ વ્‍યાજ વસૂલાત કરવાનો નિર્ણય જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં કરવામાં આવ્‍યો છે. આ નિર્ણયને કારવી વેપારીઓને ઘણી રાત થવાની છે. સાથે સાથે કેટલાક કિસ્‍સામાં એવું પણ બહાર આવતું હોય છે કે વેપારીઓ કોઈ કારવોસર રિટર્ન ભરવાનું ભૂલી ગયા હોય અથવા તો ઈમરજન્‍સીમાં બાકી રહી ગયું હોય તેવા કિસ્‍સામાં પણ

વેપારીઓએ દંડ ભરવો પડતો હતો. આ માટે વખતોવખત રજૂઆત પણ કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ ડબી રિટર્ન ભરવાની મુદતમાં વધારો પણ કરવામાં આવતો હતો, પરંતુ આ નિર્ણય કરવામાં આવ્‍યો હોવાના કારણે હવે વેપારી સમગ્ર માસ દરમિયાન રીટર્ન ભરી શકશે. જોકે આગામી નવેમ્‍બર માસમાં જ આવી સ્‍થિતિનું નિર્માયા થવાનું હતું તે પહેલા જ જીએસટી કાઉન્‍સિલે દંડમાંથી મુક્‍તિ આપવાની જાહેરાત કરતા વેપારીઓને પણ તેના કારણે રાહત થઈ છે. કારણ કે દિવાળીના અરસામાં વેપારીએ જીએસટી રીટર્ન ભરવાની સ્‍થિતિ નવેમ્‍બર મહિનામાં ઊભી થવાની હતી.

(10:54 AM IST)