<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

શહેરોમાં કાળઝાળ ગરમીમાં લોકો દિવસે જાહેર સ્‍થળોએ જવાનું ટાળે છે

લોકો હરિયાળી, વધારે વૃક્ષો અને જળાશયો તેમજ સરોવરો અને નદી કિનારે જવાનું વધારે પસંદ કરે છે

નવી દિલ્‍હી,તા.૨૯: આખા વિશ્વમાં ક્‍લાઈમેટ ચેન્‍જને કારણે શહેરોમાં ગરમીનાં પ્રમાણમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે જેને કારણે લોકો ગરમીમાં જાહેર સ્‍થળોએ જવાનું ટાળી રહ્યા છે. લોકો રસ્‍તાઓ અને અન્‍ય સાર્વજાનિક સ્‍થળોએ જવાનું પસંદ કરતા નથી. એક અભ્‍યાસમાં જણાયું છે કે ફક્‍ત બગીચાઓની સંખ્‍યા કે વિસ્‍તાર વધારવો તે પૂરતું નથી. આ અભ્‍યાસ ચીનનાં ફુઝોઉ યુનિવર્સિટીનાં સંશોધક જિયાન સન અને તેનાં સહયોગીઓ દ્વારા કરવામાં આવ્‍યો હતો. ચીનનાં દક્ષિણ પૂર્વનાં કાંઠાનાં વિસ્‍તારમાં આવેલા ફુઝોઉ શહેરમાં એક મહિના માટે ફીટનેસ એપ કીપ પર નોંધાયેલા ૨૦,૦૦૦ની વધારે લોકોનાં જોગિગ રેકોર્ડનું વિશ્‍લેષણ કરીને આ અભ્‍યાસ કરાયો હતો કે માત્ર કહેવા ખાતર હરિયાળી કે ગીનરી ઊભી કરવાથી કશું થતું નથી લોકો હકીકતમાં જાહેર સ્‍થળોનો કેટલો ઉપયોગ કરે છે અને ત્‍યાં જવાનું કેટલીવાર પસંદ કરે છે તે વધારે મહત્‍વનું છે. ઉપગ્રહ પરથી એકઠા કરાયેલા આંકડા એવો નિર્દેશ કરતા હતા કે જે વિસ્‍તારમાં વધારે ગરમી હતી ત્‍યાં જોગિગ માટે જવાનું લોકો ઓછું પસંદ કરતા હતા. ઉંચી ઈમારતો ન હતી કે મકાનોની ગીચતા ઓછી હતી અને આકાશ વધારે ખુલ્‍લું જોઈ શકાતું હતું ત્‍યાં જવાનું લોકો વધારે પસંદ કરતા હતા. ખુલ્‍લા વાતાવરણમાં લોકો વધારે મુક્‍ત અને સુરક્ષિત રહેવાનો અહેસાસ કરતા હતા.

(10:31 AM IST)