News of Wednesday, 7th October 2026
સ્વ.વિરજીભાઈ ઠુંમરના કાર્યો અને તેમની કાર્યપદ્ધતિને લોકો કયારેય ભૂલશે નહીં
અમરેલી જિલ્લાની જનતા વિરજીભાઈ ઠુંમરની જબરી ખોટ કયારેય પૂરી નહીં કરી શકે : ગુજરાત કોંગ્રેસ સમિતિએ એક યોદ્ધા ગુમાવ્યા

(ઈકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા.૭: પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય અને ખેડૂતોના લડાયક નેતા વિરજીભાઈ ઠુંમરની ચીર વિદાય થતા સમગ્ર અમરેલી જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ છે અને કોંગ્રેસી વર્તુળોમાં હાહાકાર મચી જવા પામ્યો છે.અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના વાવડી ગામના વતની સ્વ. વિરજીભાઈ ઠુંમરે નાનપણથી જ લોકસેવાના પ્રહરી બની જનતાની સેવા કરી હતી.
તેઓ ૧૯૯૦ થી ૧૯૯૫, ૧૯૯૫ થી ૧૯૯૭ અને ૨૦૧૭ થી ૨૦૨ર્૨ં સુધી એમ ત્રણ ટર્મ સુધી લાઠી-બાબરા વિધાનસભાના ધારાસભ્ય તરીકે રહ્યા હતા, જ્યારે ર્ં૨૦૦૪ થી ૨૦૦૯ સુધી અમરેલી લોકસભા બેઠક પરથી સાંસર્દં તરીકે સેવા આપી હતી.સ્વ. વિરજીભાઈ ઠુંમરે હંમેશા ખેડૂતો, ગરીબો, વેપારીઓ સહિત સામાન્ય જનતા માટે ખૂબ સંઘર્ષ કર્યો હતો. તેઓ અમરેલી જિલ્લાના લડાયક નેતા તરીકે અને સમગ્ર સૌરાષ્ટ્રના મોટા ગજાના નેતા તરીકે પ્રચલિત હતા.
જનતા માટે સતત જાગળત રહેતા સ્વ.વિરજીભાઈ ઠુંમરના કાર્યો અને તેમની કાર્યપદ્ધતિને લોકો કયારેય ભૂલશે નહીં. અમરેલી જિલ્લાની જનતા વિરજીભાઈ ઠુંમરની જબરી ખોટ કયારેય પૂરી નહીં કરી શકે અને ગુજરાત કોંગ્રેસ સમિતિએ એક યોદ્ધા ગુમાવ્યા છે. આક્રમક નેતા તરીકે છાપ ધરાવતા વિરજીભાઇ ઠુંમરનું સહકારી ક્ષેત્રે ખૂબ મોટુ યોગદાન રહ્યું છે. નાનામાં નાના કાર્યકરોનું પણ ધ્યાન રાખનારા અને કોંગ્રેસ માટે અડધી રાતનો હોકારો સમા વિરજીભાઇના અવસાનથી ઘેરો શોક છવાયો છે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
