News of Sunday, 8th November 2026
પ્રકાશના પર્વ દિવાળી પર ફુલબજારમાં ગુલાબી તેજી : ફૂલોની માંગ વધતા ભાવોમાં મોટો ઉછાળો: ગુલાબ અને ગલગોટા મોંઘા
અગાઉ ૧૨૦ થી ૧૫૦ રૂપિયા પ્રતિ કિલો મળતા ગુલાબના ફૂલ વધીને ૨૫૦ થી ૫૦૦ રૂપિયા સુધી પહોંચ્યા:, ૧૫ થી ૨૦ રૂપિયા કિલો મળતા ગલગોટાના ભાવ વધીને ૩૦ થી ૭૦ રૂપિયા પ્રતિ કિલો થયા

દિવાળીના તહેવારોમાં ફૂલ બજારમાં ગુલાબી તેજી જોવા મળે છે બજારમાં ફૂલોના ભાવ પર નજર કરીએ તો, અગાઉ ૧૨૦ થી ૧૫૦ રૂપિયા પ્રતિ કિલો મળતા ગુલાબના ફૂલ વધીને ૨૫૦ થી ૫૦૦ રૂપિયા સુધી પહોંચ્યા છે. આ ઉપરાંત, ૧૫ થી ૨૦ રૂપિયા કિલો મળતા ગલગોટાના ભાવ વધીને ૩૦ થી ૭૦ રૂપિયા પ્રતિ કિલો થયા છે. જ્યારે સફેદ ફૂલ સેવંતીના ભાવ ૧૦૦ થી ૧૨૦ રૂપિયા આસપાસ સ્થિર રહ્યા છે. બીજી તરફ, ટગરના ફૂલોના ભાવ ૪૫૦-૫૦૦ રૂપિયાથી વધીને સીધા ૭૦૦ થી ૧૧૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. આમ, તહેવાર ટાણે જ ભાવોમાં થયેલા આ વધારા છતાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ જરાય ઘટ્યો નથી.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
