<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

જલસાની બહાર ફાયરિંગનું કાવતરું નિષ્‍ફળ, બે શાર્પશૂટર ઝડપાયા

દિલ્‍હી પોલીસની સ્‍પેશ્‍યલ સેલે મુંબઈ પોલીસની મદદથી કર્યો પર્દાફાશઃ વિદેશમાં બેઠેલા ગેન્‍ગસ્‍ટરના ઇશારે ચાલતો હતો ખેલ

મુંબઈ,તા.૧૬: અભિનેતા અમિતાભ બચ્‍ચનના બંગલા ‘જલસા'ની બહાર ફાયરિગ કરવાના કાવતરાનો દિલ્‍હી પોલીસની સ્‍પેશ્‍યલ સેલે મુંબઈ પોલીસની મદદથી પર્દાફાશ કર્યો હતો. આ મામલે બે શાર્પશૂટરની ધરપકડ કરાઈ હતી. આરોપીઓની ઓળખ જાલંધરના વિકાસ ઠાકુર અને તરનતારનના દીપક સિહ તરીકે થઈ હતી. પોલીસના કહેવા મુજબ બન્ને વિદેશમાં બેઠેલા એક ગેન્‍ગસ્‍ટરના ઇશારે કામ કરતા હતા.

પૂછપરછમાં બહાર આવ્‍યું છે કે દીપક સિહને મુંબઈમાં રોકાઈને ‘જલસા'ની બહાર ફાયરિગ કરવાની જવાબદારી સોંપાઈ હતી, જ્‍યારે વિકાસ ઠાકુરને દિલ્‍હી મોકલીને એક વેપારી પાસેથી ખંડણી વસૂલવા ફાયરિગ કરવાનો આદેશ અપાયો હતો. પોલીસના કહેવા મુજબ ૧૯૮૪ના સિખવિરોધી રમખાણો વખતે અમિતાભ બચ્‍ચને કથિત રીતે આપેલા નિવેદનને કારણે તેમને નિશાન બનાવવાનું કાવતરું ઘડાયું હતું. જોકે અભિનેતા અગાઉ જ આ આરોપો નકારી ચૂક્‍યા છે. ઉલ્‍લેખનીય છે કે અગાઉ ૬ નવેમ્‍બરે ‘જલસા'ને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી પણ મળી હતી. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(9:50 AM IST)