News of Saturday, 9th May 2026
સુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ પહેલા પીએમ મોદીએ કર્યું ટ્વીટ : ખાસ સંદેશો પાઠવીને ગુરૂદેવને યાદ કર્યા
તેમણે લખ્યું, "આજે, પચોઇશે બોઈશાખના ખાસ પ્રસંગે, આપણે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેઓ એક અનોખા લેખક અને વિચારક હતા, જેમણે ભારતીય સભ્યતાના આત્માને અવાજ આપ્યો

આજનો દિવસ પશ્ચિમ બંગાળ માટે ઐતિહાસિક છે રાજ્યમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારી આજે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપી રહ્યા છે. આ મોટા રાજકીય પરિવર્તન વચ્ચે, પીએમ મોદીએ 'પચોઇશે બોઈશાખ' નિમિત્તે વિશ્વ કવિ રવીન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપીને બંગાળના સાંસ્કૃતિક આત્માને યાદ કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બંગાળી ભાષામાં એક પોસ્ટ શેર કરીને ગુરુદેવ ટાગોરને યાદ કર્યા છે. તેમણે લખ્યું, "આજે, પચોઇશે બોઈશાખના ખાસ પ્રસંગે, આપણે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેઓ એક અનોખા લેખક અને વિચારક હતા, જેમણે ભારતીય સભ્યતાના આત્માને અવાજ આપ્યો. તેમની વિચારધારા આપણા મનને પ્રકાશિત કરતી રહે અને આપણા પ્રયાસોને માર્ગદર્શન આપતી રહે." રાજકીય વિશ્લેષકો પીએમના આ સંદેશને બંગાળની નવી સરકારના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે જોડી રહ્યા છે.
કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં આજે સત્તા પરિવર્તન જોવા મળી રહ્યું છે. શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને, સ્થળ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈકાલે યોજાયેલી વિધાનસભા પક્ષની બેઠક બાદ ગૃહમંત્રી અમિતભાઇ શાહે ઔપચારિક રીતે જાહેરાત કરી હતી કે સુવેન્દુ અધિકારીના નામ પર સર્વસંમતિ થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું કે, "આઠ દરખાસ્તો મળી હતી અને તે બધામાં ફક્ત એક જ નામ (સુવેન્દુ અધિકારી) હતું, તેથી તેમને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જાહેર કરવામાં આવે છે,"
શપથ ગ્રહણ સમારોહ પછી તરત જ નવી સરકાર એક્શન મોડમાં જોવા મળી શકે છે. વિધાનસભા સચિવાલય ખાતે સંભવિત પ્રથમ કેબિનેટ બેઠક માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે, પરંતુ
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
