<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

પીએમ મોદી મંત્રીઓ સાથે કરશે ‘‘ભોજન પે ચર્ચા''

ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચુંટણીઃ પીએમ મોદી એકશન મોડમાં : આજે સાંજે અમદાવાદમાં વડાપ્રધાનનું આગમન : રાત્રે ચુંટણીની રણનીતિ ઘડશે

નવી દિલ્‍હી : વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સાંજે ૭.૩પ કલાકે અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન થશે. રાજયપાલ, મુખ્‍યમંત્રી સહિતના મહાનુભાવો તેમનું સ્‍વાગત કરશે. એરપોર્ટથી રાત્રે ૮ કલાકે ગાંધીનગરના લોકભવન પહોંચશે, ત્‍યાં રાત્રી રોકાણ કરશે.

વડાપ્રધાન આજે રાત્રે પ્રધાનો સાથે ભોજન પે ચર્ચા કરશે. ડીનર ડીપ્‍લોમસીને મહત્‍વની ગણવામાં આવી રહી છે. ભાજપના ટોચના નેતાઓ પણ હાજર રહેશે. પીએમનો આવતીકાલનો અંબાજીનો કાર્યક્રમ વહીવટી કારણોસર મોકુફ રાખવામાં આવ્‍યો છે.

(2:44 PM IST)