News of Tuesday, 12th May 2026
સોનાની ખરીદી એક વર્ષ ટાળવા પીએમ મોદીની અપીલને બજારમાં મિશ્ર પ્રતિસાદ :કારીગર વર્ગની સ્થિતિ વધુ કફોડી
કિંમતીઘાતુના ભાવ આસમાને પહોંચતા મંદીના ભરડામાં ફસાયેલ સુવર્ણકારોનો ધંધો પડી ભાંગવા ભીતિ : લાખો કારીગરોની રોજીરોટી પર મંડરાશે સંકટ :લોકોને વપરાશમાં કાપ સહન કરાવવાને બદલે સરકારી ખર્ચમાં કાપ મુકવા સુધીનો આક્રોશ પણ ફેલાયો

રાજકોટ : હૈદરાબાદમાં વડાપ્રધાન મોદીએ દેશના નાગરિકોને ઇંધણનો વપરાશ સંયમપૂર્વક કરવા અને વિદેશી વિનિમયને જાળવી રાખવા એક વર્ષ સોનાની ખરીદી ટાળવા અપીલ કરતા તેના મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે, રૂપિયાથી સતત ગગડતી સ્થિતિ વચ્ચે વધતી વેપાર ખાદ્યને પહોંચી વળવા પીએમ મોદીની અપીલને સકારાત્મક પહેલ તરીકે ગણાવી આવકાર મળી રહ્યો છે તો બીજી તરફ લાખો લોકોને રોજગારી આપતા સુવર્ણ ઉદ્યોગ પીએમની અપીલથી ભારે ચિંતિત બન્યો છે
સોનાના સતત વધાતા ભાવને કારણે જવેલરી ઉદ્યોગ હાલમાં મંદીના બરડામાં સપડાયો છે,ત્યારે લોકોને સોનાની ખરીદી ટાળવા કરેલી અપીલના કારણે કારીગરોની સ્થિતિ વધુ ભયાવહ બને તેની ભીતિ સેવાઈ રહી છે, વિદેશી હૂંડિયામણ બચાવવા સરકારે આ સિવાયના ઉપાયો વિચારવા જોઈએ,
સરકારી ખર્ચમાં કાપ મૂકીને ઇંધણનો વપરાશ ઘટાડી શકાય છે, સોનાની ખરીદી ટાળવા પગલાં લેવાઈ શકે પણ ઘરેણાં બનાવી પરંપરાગત રોજીરોટી મેળવતા કારીગરોને ડામ આપવો વ્યાજબી નથી તેવી સુવર્ણકારો માની રહ્યા છે
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
