News of Saturday, 25th July 2026
PM મોદીનો નવો ઇન્સ્ટા વીડિયોઃ યુવાનોનો આભાર માનતા કહ્યું - થેન્ક્યૂ ફ્રેન્ડ્સ
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા દ્વારા દેશના નાગરિકો અને ખાસ કરીને યુવાનો સાથે સીધા સંવાદને વધુ મજબૂત બનાવ્યો

નવી દિલ્હી તા.૫: પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો શેર કરીને દેશના યુવાનો અને નાગરિકોનો આભાર માન્યો છે. ગુરુવારે મોડી રાત્રે પોસ્ટ કરવામાં આવેલા તેમના સેલ્ફી વીડિયો પર મળેલા અદભુત પ્રતિસાદ અને હકારાત્મક સૂચનો માટે તેમણે થેન્ક્યૂ ફ્રેન્ડ્સ કહીને દેશવાસીઓ સાથેનો આ સંબંધ વધુ ગાઢ બનશે તેમ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા દ્વારા દેશના નાગરિકો અને ખાસ કરીને યુવાનો સાથે સીધા સંવાદને વધુ મજબૂત બનાવ્યો છે. ગુરુવારે શેર કરવામાં આવેલા તેમના ખાસ વીડિયો પર મળેલા ઉત્સાહજનક પ્રતિસાદ બાદ પ્રધાનમંત્રીએ ફરી એક નવો વીડિયો જારી કરીને લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.
પોતાના નવા વીડિયો મેસેજમાં પ્રધાનમંત્રીએ કહ્યું, થેન્ક્યૂ ફ્રેન્ડ્સ. કાલે મોડી રાત્રે આપને મળવાનો મોકો મળ્યો. મેં જે વીડિયો પોસ્ટ કર્યો હતો, તેના પર આપ સૌએ જે રીતે પ્રતિસાદ આપ્યો અને પોઝિટિવ સૂચનો આપ્યા, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમારો આ પ્રેમ આમ જ જળવાઈ રહેશે અને આપણો સંબંધ વધુ સક્રિયતાથી જોડાતો રહેશે. થેન્ક્યૂ, થેન્ક્યૂ દોસ્તો.
નોંધનીય છે કે આ નવો વીડિયો પોસ્ટ કર્યાની માત્ર ૨૦ મિનિટની અંદર જ તેને ૧૦ લાખથી વધુ લોકોએ જોઈ લીધો હતો.
તાજેતરમાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર યુવાનો સાથે વધુમાં વધુ જોડાવા પર ભાર મૂક્યો હતો. બુધવારે યોજાયેલી આ બેઠકમાં તેમણે પોતાના મંત્રીમંડળના સાથીઓને ઇન્સ્ટાગ્રામ પર સક્રિય રહેવાની સલાહ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ બેઠકમાં એ પણ પૂછ્યું હતું કે તેમના કેટલા સહયોગીઓ ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મનો નિયમિત ઉપયોગ કરે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં યુવાનો હાજર છે, તેથી સરકારે આ માધ્યમો દ્વારા યુવાનો સાથે સીધો સંવાદ વધારવાની જરૂર છે.
મંત્રીમંડળની સલાહના બીજા જ દિવસે, ગુરુવારે રાત્રે ૧૧:૫૨ વાગ્યે પીએમ મોદીએ એક સેલ્ફી વીડિયો મેસેજ પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધી વાત કરતા આશ્વાસન આપ્યું હતું કે ફચ્ચ્વ્ પેપર લીક વિવાદ વચ્ચે સરકાર તેમની સાથે મજબૂતીથી ઊભી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પેપર લીક એ કોઈ સામાન્ય બાબત નથી અને તેની સામે અત્યંત કડક પગલાં લેવામાં આવશે.(૩૮.૫)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
