News of Friday, 10th July 2026
સગીર પર જાતીય હુમલાની જાણકારી મળે તો પોલીસ ફરિયાદ ફરજિયાતઃ સુપ્રીમ
POCSO કાયદા પર સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ સ્પષ્ટતા

જો કોઈ સગીર બાળક અથવા બાળકી પોતાના જાતીય શોષણ અંગે કોઈ વ્યક્તિને જાણ કરે, તો તે માહિતીને વિશ્વસનીય માનવામાં આવશે અને જે વ્યક્તિને આ માહિતી મળે તે વ્યક્તિની POCSO કાયદા હેઠળ પોલીસ સહિત સંબંધિત સત્તાધિકારીઓને જાણ કરવાની કાનૂની ફરજ રહેશે તેમ સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું.
જસ્ટિસ મનોજ મિશ્રા અને કે વી વિશ્વનાથનની ખંડપીઠે POCSO કાયદાની કલમ-૧૯નું અર્થઘટન કરતાં જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિને ગુનો થયો હોવાની જાણ છે તેનો અર્થ માત્ર પોતાની આંખે જોયેલી ઘટના જ નહીં, પરંતુ સગીર પીડિત પાસેથી સીપી મળેલી માહિતીના આધારે થયેલી જાણકારી પણ થાય છે. સુપ્રીમે આ અર્થઘટન અરુણાચલપ્રદેશની એક શાળામાં બનેલી ઘટનાના કેસમાં કર્યું હતું.
આ કેસમાં આઠ વર્ષની બાળકીએ શાળાના એક સિનિયર વિદ્યાર્થી દ્વારા થયેલા કથિત જાતીય શોષણ અંગે પોતાની શિક્ષિકા, મોટી બહેન અને કેટલાક સહપાઠીઓને જાણ કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે કેટલીકવાર બાળકને પોતાની સાથે શું બન્યું છે તેની સંપૂર્ણ સમજ ન પણ હોય.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
