News of Thursday, 10th September 2026
શ્રીનગરમાં ડ્રગ્સના કાળા કારોબાર ઉપર પોલીસનો આકરો પ્રહાર; છ કેસમાં સવા છ કરોડથી વધુની મિલકતો જપ્ત અને સ્થગિત
મકાન અને જમીન વેચવા, ભાડે આપવા કે હસ્તાંતર કરવા ઉપર પ્રતિબંધ; તસ્કરોની આર્થિક કમર તોડવા પોલીસનું મોટું અભિયાન શરૂ

શ્રીનગર: મધ્ય કાશ્મીરના શ્રીનગર જિલ્લામાં પોલીસે ડ્રગ્સના કારોબાર સામે મોટું અભિયાન હાથ ધરી છ કેસમાં ૬.૨૨ કરોડ રૂપિયાથી વધુની સ્થાવર મિલકતો જપ્ત અથવા સ્થગિત કરી છે. નિગીન, જાકુરા, શાલટેંગ, અહમદનગર અને લાલબજાર પોલીસ મથકો દ્વારા માદક પદાર્થ વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
નિગીન પોલીસે હજરતબલના દાનિહામા ખાતે મુબાશિર આશિક તેલીનું આશરે ૧.૧૦ કરોડ રૂપિયાનું બે માળનું મકાન અને સંલગ્ન જમીન જપ્ત કરી છે. શાલટેંગ પોલીસે મુજગંદના મહંમદ અલ્તાફ ડારની એક કરોડ રૂપિયાની મિલકત અને પંજિનારાના રિયાઝ અહમદ ભટની ૪૩ લાખ રૂપિયાની મિલકત જપ્ત કરી હતી.
અહમદનગર પોલીસે ઓવૈસ અહમદ મીરની ૨.૨૦ કરોડ રૂપિયાની મિલકત સામે કાર્યવાહી કરી છે. લાલબજારમાં વસીલ અહમદ લંગૂનું ૩૫ લાખથી વધુ કિંમતનું બે માળનું મકાન અને સાડાત્રણ મરલા જમીન જપ્ત કરાયાં છે. આ મિલકતો વેચવા, ભાડે આપવા કે તેમાં ત્રીજા પક્ષનો હિત ઊભો કરવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
