<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

રાજ્યસભાની આગામી ચૂંટણીને લઈને દિલ્હીમાં રાજકીય હલચલ : PM આવાસ પર ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક

દેશની કુલ 24 રાજ્યસભા બેઠકો માટેના ઉમેદવારોના નામો પર આખરી મંજુરીની મહોર મારવા માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે,

નવી દિલ્હી :રાજ્યસભાની આગામી ચૂંટણીને લઈને દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના નિવાસસ્થાને આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં દેશની કુલ 24 રાજ્યસભા બેઠકો માટેના ઉમેદવારોના નામો પર આખરી મંજુરીની મહોર મારવા માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે, જેમાં ગુજરાતની પણ ખાલી પડતી 4 બેઠકોનો સમાવેશ થાય છે. ભાજપના ટોચના નેતાઓ આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં ચૂંટણી જીતવાની મજબૂત રણનીતિ અને જ્ઞાતિગત સમીકરણો પર મંત્રણા કરશે.

 

(6:10 PM IST)