<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ગુજરાતમાં હવે વીજસંકટ..! પવન ઉર્જામાં કડાકો અને કોલસાની અછતથી ઉદ્યોગો-સિંચાઈ પર સંકટના વાદળો

વિન્‍ડ પાવર ઉત્‍પાદનમાં ૫ હજાર મેગાવોટ ધરખમ ઘટાડો : રાજ્‍યમાં વીજ ઉત્‍પાદનમાં થઈ રહેલા સતત ઘટાડા અને કોલસાની ભારે અછતને કારણે ગુજરાત પર વીજસંકટના એંધાણ વર્તાઇ રહ્યા છે

નવી દિલ્‍હી તા.૧૯: ગુજરાતમાં હવે વીજસંકટ..! પવન ઉર્જામાં કડાકો અને કોલસાની અછતથી ઉદ્યોગો-સિચાઈ પર સંકટના વાદળો ઘેરાયા. રાજ્‍યમાં વીજ ઉત્‍પાદનમાં થઈ રહેલા સતત ઘટાડા અને કોલસાની ભારે અછતને કારણે ગુજરાત પર વીજસંકટના એંધાણ વર્તાઇ રહ્યા છે. પવન આધારિત વીજ ઉત્‍પાદનમાં થયેલો ધરખમ ઘટાડો અને કોલસાની મળતી ઓછી સપ્‍લાયના લીધે પાવર પ્‍લાન્‍ટ્‍સની ક્ષમતા પર વિપરીત અસર પડી છે. કેન્‍દ્ર સરકારે સ્‍થિતિ ઉકેલવા મદદની તૈયારી દર્શાવી છે, છતાં સ્‍થિતિ પૂર્વવત થવામાં સમય લાગે તેમ હોવાથી તંત્ર ચિંતામાં મુકાયું છે.

રાજ્‍યમાં વીજ ઉત્‍પાદનમાં થઈ રહેલા સતત ઘટાડા અને કોલસાની ભારે અછતને કારણે ગુજરાત પર વીજસંકટના એંધાણ વર્તાઇ રહ્યા છે. પવન આધારિત વીજ ઉત્‍પાદનમાં થયેલો ધરખમ ઘટાડો અને કોલસાની મળતી ઓછી સપ્‍લાયના લીધે પાવર પ્‍લાન્‍ટ્‍સની ક્ષમતા પર વિપરીત અસર પડી છે. કેન્‍દ્ર સરકારે સ્‍થિતિ ઉકેલવા મદદની તૈયારી દર્શાવી છે, છતાં સ્‍થિતિ પૂર્વવત થવામાં સમય લાગે તેમ હોવાથી તંત્ર ચિતામાં મુકાયું છે.

રાજ્‍યમાં વીજ સંકટ ઘેરું બનવા પાછળનું મુખ્‍ય કારણ પવન આધારિત (વિન્‍ડ પાવર) ઉત્‍પાદનમાં આવેલો ઘટાડો છે. તાજેતરમાં પવન ઉર્જાના ઉત્‍પાદનમાં અચાનક ૫,૦૦૦ મેગાવોટનો ધરખમ ઘટાડો નોંધાયો છે, જેના કારણે સ્‍ટેટ ગ્રીડ પર ભારણ વધ્‍યું છે. વિન્‍ડ પાવર પર નિર્ભરતા ધરાવતા ક્ષેત્રોમાં વીજકાપ અને વોલ્‍ટેજની સમસ્‍યા ઉભી થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પહોંચી વળવા થર્મલ પાવર પ્‍લાન્‍ટ્‍સ પર નિર્ભરતા વધારવી અનિવાર્ય બની છે.

વીજ સંકટને વધુ ગંભીર બનાવવામાં કોલસાની અછત મહત્‍વનો ભાગ ભજવી રહી છે. ઉત્તરપ્રદેશ અને બિહારથી ગુજરાત તરફ આવતા કોલસાની માલગાડીઓ અને પુરવઠો ખોરવાઈ જતાં રાજ્‍યના થર્મલ પાવર સ્‍ટેશનો પૂરતી ક્ષમતાથી ચલાવવામાં મુશ્‍કેલી પડી રહી છે. સ્‍ટોકમાં કોલસાનું પ્રમાણ ઘટતાં વીજ ઉત્‍પાદન મર્યાદિત બન્‍યું છે, જેના કારણે અન્‍ય રાજ્‍યો કે કેન્‍દ્ર પાસેથી તાત્‍કાલિક ધોરણે વીજળી મેળવવાની જરૂરિયાત ઉભી થઈ છે.

કેન્‍દ્ર સરકાર દ્વારા ગુજરાતને આ સંકટમાંથી બહાર લાવવા સહયોગની ખાતરી આપવામાં આવી છે, પરંતુ વીજપુરવઠો સંપૂર્ણપણે સામાન્‍ય થવામાં સમય લાગે તેમ છે. આ વિલંબના કારણે રાજ્‍યના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી મેળવવામાં અને નાના-મોટા ઉદ્યોગોના ધમધમતા પ્રોડક્‍શન પર માતબાર અસર પહોંચી શકે છે. ઉત્‍પાદન અટકવાથી આર્થિક નુકસાનની શક્‍યતાને પગલે રાજ્‍ય સરકાર અને ઊર્જા વિભાગ હાલ સ્‍થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

(9:58 AM IST)