<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ત્રિપુરામાં વીજ માળખાને ૫.૫૯ કરોડનું નુકસાનઃ આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી

 

અગરતલા : વાવાઝોડાની અસર હેઠળ ત્રિપુરામાં પણ ભારે પવન અને વરસાદથી જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અગરતલા એરપોર્ટ પરથી અનેક ફલાઇટ્‍સ રદ કરી ગુવાહાટી ડાયવર્ટ કરાઈ હતી અને સલામતીના ભાગરૂપે તમામ શાળાઓ બંધ રાખવામાં આવી હતી. રાજ્‍યમાં વીજળીના તારો, થાંભલા અને ટ્રાન્‍સફોર્મર તૂટી પડતાં વીજ માળખાને ૫.૫૯ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું છે. આ નુકસાનમાં વાયર તૂટવાથી ૩.૭૨ કરોડ, થાંભલા પડવાથી ૮૩.૨૫ લાખ અને ટ્રાન્‍સફોર્મરને ૧.૩ કરોડનું નુકસાન સામેલ છે. વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

આજે ૨૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ નવું કોઈ વાવાઝોડું સક્રિય નથી, પરંતુ પヘમિ બંગાળ અને ઉત્તરપૂર્વના રાજ્‍યોમાં આગામી પાંચ દિવસ સુધી ૫૦ થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે છૂટોછવાયો ભારે વરસાદ પડવાની આગાહી છે. લોકોને કારણ વગર મુસાફરી ટાળવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

(12:21 PM IST)