News of Saturday, 2nd May 2026
પાવર, પ્રિમિયમ, સ્પીડ પેટ્રોલના ભાવ રૂા.૧ થી ૧૦ સુધી વધી ગયા
ખાસ એડિટિવ્સ ઉમેરી વેચાતા પેટ્રોલ બાદ કોમર્શિયલ સિલિન્ડરમાં ભાવ વધારો : સેલ કંપનીના પાવર ડીઝલમાં લિટરે રૂા. ૩૦નો વધારો ઝીંકાયો હતો, હાલ લિટરે ભાવ રૂા. ૧૩૨ : વોરની અસર ગુજરાતમાં, સાદા પેટ્રોલ - ડીઝલના ભાવ વધવાની શક્યતા

વડોદરા,તા.૨: રાજ્યમાં પાવર, પ્રિમિયમ, સ્પીડ પેટ્રોલના ભાવમાં છેલ્લા એક- સવા મહિનામાં લગભગ રૂા. ૧ થી લઈ રૂા. ૧૦ સુધી વધારો થયા બાદ આજે કોમર્શિયલ રાંધણગેસના બોટલમાં રૂા. ૯૩૨નો તોતીંગ વધારો થતાં હવે સાદા પેટ્રોલ - ડિઝલના પણ ભાવ વધે, તેવી શક્યતાઓ છે. આ વધારા પાછળ આંતરરાષ્ટ્રીય બજારથી લઈ સ્થાનિક ટેક્સ સ્ટ્રક્ચર સુધી અનેક પરિબળો જવાબદાર હોવાનું મનાય છે.
મધ્યપૂર્વમાં ચાલી રહેલા રાજાકિય તણાવ અને બ્ભ્ચ્ઘ્ દેશો દ્વારા ઉત્પાદન ઘટાડવાના નિર્ણયની અસર ઈપણના સપ્લાય પર પડી છે. જેના કારણે વોર બાદ તરત જ વિવિધ કંપનીઓએ સાદા પેટ્રોલ -ડિઝલના નહીં પણ પાવર પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો કર્યો હતો. જેમાં ઈન્ડિયન ઓઈલના પંપ પર જે પાવર પેટ્રોલ રૂા. રૂા. ૯૯માં મળતું હતું. તેમાં રૂા. ૩નો વધારો થતાં લીટરનો નવો ભાવ ૧૦૨.૭૧ રૂપિયે પહોંચ્યો છે. તેવી જ રીતે હિન્દુસ્તાન પેટ્રોલિયમના પંપની વાત કરીએ તો તેમાં સીધો બે રૂપિયાનો વધારો કરાવો હતો. વોર પહેલા તેનો ભાવ રૂા. ૧૦૧.૪૨ ૧ ૩૧ ૧૦૧૦૨ હતો. આ સિવાય સેળના પંપની વાત કરીએ સૌથી મોટો ડિફરન્સ અહીં જોવા મળ્યો હતો. સેલના પાવર પેટ્રોલ અને પાવર ડીઝલ બંનેમાં નોંધપાત્ર વધારો થયો હતો. ડિઝલની વાત કરીએ વોર પહેલા તેનો ભાવ રૂા. ૧૦૨ વરૂન્ હતો. જે વધી ૧૩૨ રૂપિષે પહોંચી ગયો છે. એટલે, એક લીટરે રૂ. ૩૦ વધી ગયા છે.! જ્યારે પાવર પેટ્રોલનો લીટરનો ભાવ રૂા. ૧૧૦થી વધી રૂા. ૧૨૦.૭૭ થયો છે. બી.પી.સી.એલ. કંપનીની વાત કરીએ તો પાવર પેટ્રોલનો ભાવ રૂા. ૯૯થી વધી રૂા. ૧૦૦ કરાયો હતો.
જયારે રિલાયન્સ કંપની દ્વારા પાવર પેટ્રોલ કે ડિઝલનું વેચાણ કરાતું ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૂત્રોએ જણાવ્યું હતું કે. પાવર પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધવાનું કારણ એ છે કે, તેમાં એડિટિવ્સ ઉમેરવામાં આવે છે. માર્કેટમાં ડિમાન્ડ લિમીટેડ હોવાથી કંપીઓ તરત ભાવ વધારો કરી દેતી હોય છે. જેના કારણે પાવર, પ્રિમિયમ અને સ્પીડ પેટ્રોલમાં રૂ. ૧ થી ૧૦ સુધીનો વધારો થયો હતો. હવે સાદા પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાની શકયતા છે.
નાયરાએ સાદા પેટ્રોલ - ડીઝલના ભાવમાં રૂ&. ૩ થી ૫નો વધારો કર્યો હતો
મધ્યપૂર્વમાં તણાવ અને હોમુંઝ ખાડીમાં વિક્ષેપના કારણે ઓઈલ સપ્લાય પર અસર પડી છે. જેના કારણે ફ્રુડ ઓઈલના ભાવ ઊંચા સ્તરે પહોંચ્યા છે. પરંતુ ગુજરાતમાં મોટાભાગની ઓઈલ કંપનીઓએ સાદા ભાવમાં કોઈ વધારો કર્યો નથી. જ્યારે નાયરાએ સાદા પેટ્રોલ- ડિઝલના ભાવ ગત તા. ૨૬ માર્ચથી વધારી દીધા છે, જેમાં ડિઝલની લીટરે રૂા. ૮૯થી વધારી રૂા. ૯૨.૭૩ કર્યા હતા. તેમજ પેટ્રોલનો ભાવ રૂા. ૯૪.૩૨થી વધારી રૂપિયા ૯૯.૩૨ કર્યો હતો.
નાછુટકે ગ્રાહકોને વધુ પૈસા આપી પાવર પેટ્રોલ ભરાવવું પડયું હતું
અમેરિકા- ઈઝરાયલના ઈરાન સાથેના વોરને લઈ ગત મહિને પેટ્રોલ. ડિઝલ નહીં મળે અથવા ભાવ વધશે, તેવી અફવાએ જોર પકડયું હતું જેને લઈ ગુજરાતના મોટાભાગના શહેરોના પેટ્રોલપંપો પર વાહનોની કતાર લાગી હતી. તે વખતે ઘણા પેટ્રોલપંપો પર સાદું પેટ્રોલ ઉપલબ્ધ ન હતું. જેથી ગ્રાહકોને નાછુટકે વધુ પૈસા આપીને પણ પાવર પેટ્રોલ ભરાવવું પડયું હતું.
પાંચ રાજ્યોના પરિણામ બાદ સાદા પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળશે?
ભારત તેની જરૂરિયનો ઈંધણનો મોટોભાગ આયાત કરે છે. તેના માટે આ વધારો સીધી અસર કરે છે. તેમજ ડોલર સામે રૂપિયો નબળો પડતાં આયાત ખર્ચ વધ્યો છે. હાલ ઓઈલ કંપનીઓ નુકસાન કરી છે, પરંતુ ભાવ વધારો કરાતો નથી. જોકે, પヘમિ બંગાળ, આસામ, કેરલ, તમિલનાડુ અને પુડીચેરીના પરિણામ બાદ સાદા પેટ્રોલ. ડિઝલના ભાવ વધ્યા નથી. પરંતુ આગામી દિવસોમાં ઇંધણના ભાવ ભડકે બળશે, તેવું મનાઈ રહ્યું છે.
ઓઈલ કંપનીઓને લિટરે રૂા. ૪૮ થી ૫૫ સુધીનું નુકસાન
વોર પછી ત્રણ સરકારી કંપનીઓએ એક સાથે પાવર, પ્રિમિયમ અને સ્પીડ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો હતો. જ્યારે સાદા પેટ્રોલ-ડિઝલમાં કોઈ વધારો કર્યો નથી. જ્યારે નાયરાએ સાદા-પેટ્રોલ ડિઝલના ભાવ વધાર્યા હતા. હાલમાં રિફાઈનીંગ માર્જિનમાં ઈન્ડસ્ટ્રીયલ ડિઝલનો ભાવ રૂા. ૧૫૬ કરી દીધો છે. જેમાં રૂા. ૪૮ થી રૂા. ૫૫ સુધી સરકારી અને ખાનગી ઓઈલ કંપનીઓની કોસ્ટ વધી ગઈ છે. તેમ છતાં ગ્રાહકોને તકલીફ ન પડે, તે માટે ભાવ વધારો કર્યા નથી. આવનારા દિવસોમાં અત્યારે થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં રાખી સરકાર આકરા પગલા લઈ ભાવ વધારો કરે તો નવાઈ નહીં.
હોટેલ રેસ્ટોરેન્ટ અને ખાણીપીણીના લારી ધારકોની મુશ્કેલી વધી
વોરના કારણે કોમર્શિયલ સિલિન્ડરની અછત ઉભી થતાં ખાણી-પાણીની લારીવાળા, રેસ્ટોરન્ટ અને હોટલના સંચાલકોને ઓલરેડી મુશ્કેલીમાં મુકાયેલા છે. ત્યારે આજે સિલિન્ડરમાં રૂા. ૯૩૨નો તોીંગ વધારો થતાં ઘણા વેપારીઓની કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. કારણ કે, હાલમાં પણ બ્લેકમાં કોમર્શિયલ સિલિન્ડર મળતાં નથી. જે મળે છે. તે રૂા. ૪ હજારથી ૫ હજારમાં મળે છે. (૪૦.૪)
વોર બાદ પાવર, પ્રીમિયમ અને સ્પીડ પેટ્રોલના ભાવમાં થયેલો વધારો
કંપનીનું નામ જુનો ભાવ વધેલા ભાવ
એચપી રૂ.૧૦૧.૪૨ રૂ.૧૦,૩૪૨
ઇન્ડિયન ઓઈલ રૂ.૯૯ રૂ.૧૦૨,૭૧
રોલ રૂ.૧૧૦ રૂ.૧૨૦,૭૭
ભારત પેટ્રોલિયમ રૂ.૯૯ રૂ.૧૦૦
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
