તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
કિંમતી ધાતુ કડડભૂસ : સોનામાં ૮૦૦૦ અને ચાંદીમાં ૧ર,૦૦૦ રૂા.નો જોરદાર કડાકો
હાજરમાં સોનાના ભાવ ઘટીને ૧,ર૬,પ૦૦ અને ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ૧,૬૪,૫૦૦ રૂા. થયા ૧૫ દિવસમાં સોનામાં રર,૦૦૦ અને ચાંદીમાં ૩૯,૦૦૦ રૂા.નું ગાબડું

રાજકોટ, તા., ૨૦: બુલિયન માર્કેટમાં કડાકાના સતત દોરથી કિંમતી ધાતુઓના ભાવો કડડભૂસ થઇ ગયા છે. સોનામાં વધુ ૮,૦૦૦ અને ચાંદીમાં વધુ ૧૨,૦૦૦ રૂા.નો જોરદાર કડાકો થયો છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનિક બજારમાં આજે સોનામાં વધુ ૮,૦૦૦ રૂા. તૂટયા છે. ગઇકાલે સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૩૪,૫૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૨૬,૫૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્કીટમાં એકજ ઝાટકે ૮૦,૦૦૦ રૂા.નું ગાબડુ પડયુ છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ) ના ભાવ ૧૩,૪૫,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૨,૬૫,૦૦૦ રૂા. થઇ ગયા છે.
સોનાનીસાથે ચાંદીમાં પણ ૧ર,૦૦૦ રૂા.નો કડાકો થયો હતો. બુલિયન માર્કેટમાં સેન્ટમાં મંદીને પગલે સ્થાનિક બજારમાં ચાંદીમાં આજે વધુ ૧૨,૦૦૦ રૂા.નો ઘટાડો થતા ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૧,૬૨,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૫૦,૦૦૦રૂા. થઇ ગયા છે.
છેલ્લા ૧૫ દિવસમાં સોનામાં ૨૨,૦૦૦ અને ચાંદીમાં ૩૯,૦૦૦ રૂા.નું નોંધપાત્ર ગાબડુ પડયુ છે. વિશ્વ માર્કેટમાં યુધ્ધની સ્થિતી અને વ્યાજદર વધવાની આશંકાએ ડોલર સામે રૂપિયો મજબુત થતા સોના-ચાંદીના ભાવ સતત તૂટી રહયા છે તેમ ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યુ હતું.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
