તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Thursday, 18th June 2026
ટ્રાવેલ સેક્ટરમાં મજબૂત પકડ બનાવવાની તૈયારી: TSC ઇન્ડિયા લિમિટેડનો બિઝનેસમાં મોટો ધડાકો; હોટેલ બુકિંગ અને વિઝા સેક્ટરમાં એન્ટ્રી સાથે પ્રવાસીઓને મળશે વન-સ્ટોપ સોલ્યુશન!
GITHM પ્રાઇવેટ લિમિટેડના મોટા સંપાદન સાથે વિઝા માર્કેટમાં જમાવી ધાક; ટિકિટિંગ બિઝનેસની સાથે હવે આવકના નવા સ્ત્રોત ઊભા કરવા મેનેજમેન્ટે કસી કમર.

જાલંધર: તા.૧૮: બિઝનેસ અને ટ્રાવેલ સેક્ટરમાંથી એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધી માત્ર ટિકિટિંગ અને ઇવેન્ટ સોલ્યુશન્સમાં ધૂમ મચાવનારી જાલંધર સ્થિત દિગ્ગજ કંપની ‘TSC ઇન્ડિયા લિમિટેડ’ હવે પ્રવાસીઓની આખી સફરને વધુ આસાન બનાવવા જઈ રહી છે. કંપનીએ પોતાના બિઝનેસ સામ્રાજ્યનો વિસ્તાર કરતા સત્તાવાર જાહેરાત કરી છે કે તેઓ હવે હોટેલ બુકિંગ અને વિઝા સર્વિસ સેગમેન્ટમાં ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યા છે.
મોટું ટેકઓવર: વિઝા માર્કેટમાં સીધો જ જમાવ્યો દબદબો
NSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ TSC ઇન્ડિયાએ આ સેક્ટરમાં મજબૂત કદમ રાખવા માટે ‘GITHM પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીનું વ્યૂહાત્મક સંપાદન (Acquisition) કર્યું છે. આ ડીલ એટલી પાવરફુલ સાબિત થઈ છે કે હસ્તગત કરાયેલી કંપનીએ TSC ઇન્ડિયાના રેવન્યુ મોડલમાં તાત્કાલિક અસરથી પોતાનું યોગદાન આપવાનું પણ શરૂ કરી દીધું છે. આ વિઝા વર્ટિકલ દ્વારા ગ્રાહકોને વિઝા પ્રોસેસિંગ અને ડોક્યુમેન્ટેશન સપોર્ટ જેવી અટપટી પ્રક્રિયાઓ માટે વન-સ્ટોપ સપોર્ટ મળશે.
એજન્ટોનું નેટવર્ક થશે વધુ મજબૂત, હોટેલ બુકિંગ થશે સરળ
નવા હોટેલ વ્યવસાય વિશે માહિતી આપતા કંપનીએ જણાવ્યું કે, તેમનું મુખ્ય ફોકસ પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ રહેઠાણ સુવિધાઓ અને દમદાર કસ્ટમર સપોર્ટ પૂરો પાડવાનું રહેશે. TSC ઇન્ડિયા પોતાના વિશાળ એજન્ટ નેટવર્કને આ હોટેલ બુકિંગ પ્લેટફોર્મ સાથે જોડશે, જેથી ગ્રાહકો ટિકિટની સાથે સાથે હોટેલ રૂમ પણ એક જ જગ્યાએથી બુક કરાવી શકશે. પ્રવાસન ક્ષેત્રે વધી રહેલી વૈશ્વિક માંગ વચ્ચે આ પગલું માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે.
મેનેજિંગ ડિરેક્ટર આશિષ મિત્તલનો બુલિશ પ્લાન
કંપનીના આ મોટા વિસ્તરણ પર ખુશી વ્યક્ત કરતા મેનેજિંગ ડિરેક્ટર આશિષ મિત્તલે જણાવ્યું હતું કે, "હોટેલ્સ અને વિઝા ક્ષેત્રમાં અમારો પ્રવેશ એ અમારી વર્તમાન ક્ષમતાઓનું કુદરતી વિસ્તરણ છે. GITHM પ્રા. લિમિટેડના ટેકઓવરથી અમને માર્કેટમાં તાત્કાલિક સ્થાપિત આધાર મળી ગયો છે. પ્રારંભિક પ્રતિભાવ અત્યંત પ્રોત્સાહક છે અને અમને પૂરો ભરોસો છે કે આ બંને નવા સેગમેન્ટ લાંબા ગાળે કંપનીના નાણાકીય ગ્રોથ અને પ્રોફિટેબિલિટીને નવી ઊંચાઈઓ પર લઈ જશે."
મુસાફરોને સુવિધા અને રોકાણકારોને ટકાઉ વળતર આપવાના લક્ષ્ય સાથે TSC ઇન્ડિયા હવે આગામી દિવસોમાં ગ્લોબલ ટ્રાવેલ પ્લેટફોર્મ્સ સાથે સ્પર્ધા કરવા માટે સજ્જ થઈ રહ્યું છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
