તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Thursday, 19th November 2026
દેશના ઉદ્યોગોને આગામી વીસ વર્ષ માટે ‘ઇન્ડિયા ફર્સ્ટ’નો મંત્ર આપતા વડાપ્રધાન મોદી: વૈશ્વિક બજારોમાં સ્પર્ધા અને આત્મનિર્ભરતા વધારવા હાકલ
ફિક્કીના સો વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આગામી બે દાયકામાં ભારતીય ઉદ્યોગો શું સિદ્ધ કરી શકે તે અંગે સ્પષ્ટ લક્ષ્યાંક નક્કી કરવા આહવાન કર્યું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક સામાન્ય સભા અને શતાબ્દી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ઉદ્યોગપતિઓને આગામી વીસ વર્ષના લાંબા ગાળાના દરેક રોકાણ નિર્ણયમાં ‘ઇન્ડિયા ફર્સ્ટ’ને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો.
મોદીએ જણાવ્યું હતું કે ભારતીય ઉદ્યોગોએ માત્ર સ્થાનિક બજાર ઉપર નિર્ભર રહેવાને બદલે વિશ્વના વિવિધ દેશોના ગ્રાહકોની જરૂરિયાતો સમજીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વધવું જોઈએ. તેમણે દેશના ઝડપી આર્થિક વિકાસ અને ગરીબી ઘટાડવાના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. ફિક્કીના સો વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આગામી બે દાયકામાં ભારતીય ઉદ્યોગો શું સિદ્ધ કરી શકે તે અંગે સ્પષ્ટ લક્ષ્યાંક નક્કી કરવાની હાકલ કરી હતી.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
