News of Tuesday, 28th July 2026
વડાપ્રધાન મોદીએ કેમેરા એંગલ નહીં દિલનો એંગલ બદલવાની જરૂર છે, જવાબદારી લેવી પડશે.: પ્રિયંકા ગાંધીના આકરા પ્રહાર
પ્રિયંકા ગાંધીએ કહ્યું ‘સંશોધન પર ચર્ચા કરી રહ્યાં છીએ. પણ બિલ 2024માં પાસ થઈ ચૂક્યું છે. કોઈ આરોપીઓને સજા થઈ નથી.

નવી દિલ્હી :સંસદના ચોમાસુ સત્ર દરમિયાન હાલ ગૃહમાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા ચાલી રહી છે. જેમાં અખિલેશ યાદવથી લઈ પ્રિયંકા ગાંધી સુધીના વિપક્ષી નેતાઓએ સરકારને ઘેરતા પ્રશ્નો કર્યા હતા. આ સમયે પ્રિયંકા ગાંધી એ નવા શિક્ષણ મંત્રી પ્રહ્લાદ જોશીથી લઈ વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કર્યા હતા. વિદ્યાર્થીઓના આંદોલન સમયે વડાપ્રધાન મોદીએ બનાવેલ વીડિયોના એંગલ ચર્ચાનો વિષય બન્યા હતા. જેની પર પ્રિયંકા ગાંધી એ કહ્યું કે- ‘વડાપ્રધાન મોદી એ કેમેરા નહીં પણ દિલના એંગલને બદલવાની જરૂર છે.’
પ્રિયંકા ગાંધી એ નવા શિક્ષણ મંત્રી મુદ્દે બોલતા કહ્યું કે,‘શિક્ષણ મંત્રી એ શરમજનક સ્થિતિમાં રાજીનામું આપ્યું હતું અને સોમવારે તેઓ સંસદમાં આવ્યા તો તેમનું સુપરસ્ટાર જેમ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમને પાઘડી પહેરવામાં આવી. મહારાષ્ટ્રમાં આ સમયે એક યુવતીનો પરિવાર શોક મનાવી રહ્યો હતો. લોકો આ સરકાર પર કેવી રીતે વિશ્વાસ કરે. વડાપ્રધાને તો નવા શિક્ષણ મંત્રીની જવાબદારી એવી વ્યક્તિને સોંપી છે- જે ગર્ભવતી મહિલાના બળાત્કારના આરોપીઓને મુક્ત કરવા સહમતિ વ્યક્ત કરી રહ્યાં હતા.’પ્રિયંકા ગાંધીના આ નિવેદન પર ઘણો હોબાળો થયો. તેમણે અખબારની કટિંગ પણ રજૂ કરી અને પ્રહ્લાદ જોશીને આમ ના કહ્યું હોય તો એ વાતને ફગાવવાનો પડકાર ફેંક્યો હતો. જોકે- સ્પીકરે માત્ર પેપર લીક વિરોધી બિલ પર ચર્ચાની વાત કરી હતી.
પ્રિયંકા ગાંધી વાત આગળ વધારતા કહ્યું કે,‘સંશોધન પર ચર્ચા કરી રહ્યાં છીએ. પણ બિલ 2024માં પાસ થઈ ચૂક્યું છે. કોઈ આરોપીઓને સજા થઈ નથી. વડાપ્રધાને પોતાના સલાહકાર બદલવા જોઈએ. નવી કમિટીઓ બનાવાથી કંઈ નહીં ચાલે. રાધાકૃષ્ણ કમિટી પણ બની હતી. આ કમિટીમાં તો એક ગૌમૂત્ર નિષ્ણાંત પણ હતા. આ લોકોને શિક્ષણ સાથે શું લેવા-દેવા. તમે ફાસ્ટ ટ્રેક કોર્ટનો રેકોર્ડ તો ચકાસી લો. ઝેન-ઝીનો વિશ્વાસ જીતવા માટે વડાપ્રધાન નવા-નવા એંગલમાં વીડિયો બનાવી રહ્યાં છે. પરંતુ, કેમેરા એંગલ નહીં દિલનો એંગલ બદલવાની જરૂર છે. વડાપ્રધાને જવાબદારી લેવી પડશે. સરકારની શાખ ને નુકસાન થયું છે, તેને બચાવો.’
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
