તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Friday, 7th August 2026
વડાપ્રધાન મોદીએ ઈન્સ્ટાગ્રામ વિડિયો દ્વારા આપ્યો સ્વદેશીનો સંદેશ
ભારતના પરંપરાગત વણકર સમુદાયને આર્થિક રીતે સશક્ત બનાવવાનું આહ્વાન

નવી દિલ્હી તા.૭: વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય હસ્તકળા દિવસના અવસર પર પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ખાસ વિડિયો સંદેશ જાહેર કર્યો છે. વડાપ્રધાન મોદીએ દેશના ઈતિહાસ, સ્વતંત્રતા સંગ્રામ અને સ્વદેશી આંદોલનની પાયાની બાબતો યાદ અપાવતા ભારતના પરંપરાગત વણકર સમુદાયને આર્થિક રીતે સશક્ત બનાવવાનું આહ્વાન કર્યું છે.
વડાપ્રધાન મોદીએ પોતાના વિડિયો સંદેશની શરૂઆત ઈતિહાસના એક અત્યંત મહત્વપૂર્ણ પ્રકરણને યાદ અપાવીને કરી હતી. ભ્પ્ એ કહ્યું, સાથીઓ, ૧૯૦૫ નું ૭ August... આપણે ભૂલવાનું નથી. ૭ August ૧૯૦૫ ના રોજ દેશની આઝાદી માટે સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ હતી અને આત્મનિર્ભર ભારતનો પાયો નંખાયો હતો. અંગ્રેજો સામે દેશવાસીઓએ એક બહુ મોટી લડાઈ લડી હતી અને જન-જન આ આંદોલન સાથે જોડાયા હતા.
યુવાનો અને દેશવાસીઓ સાથે સીધો સંવાદ સાધતા PM મોદીએ કહ્યું કે, જે રીતે તાજેતરમાં સૌએ પૂર્ણ ઉત્સાહ સાથે ‘ફ્રેન્ડશિપ ડે' ઉજવ્યો છે, તે જ રીતે ૭ August ના રોજ ‘હેન્ડલૂમ ડે' પણ ભારે ઉમંગ સાથે ઉજવાવો જોઈએ. તેમણે ઉમેર્યું કે હેન્ડલૂમ ડે ઉજવવાનો વાસ્તવિક અર્થ દેશના એ ગરીબ વણકર પરિવારો સાથે ઊભા રહેવાનો છે, જેઓ પોતાના ઘરોમાં સાળ (કરઘા) પર પોતાના હાથથી સુંદર અને વૈવિધ્યસભર કપડાં તૈયાર કરે છે.
ગરીબ વણકર ભાઈઓ અને બહેનોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા અને ‘આત્મનિર્ભર ભારત'ના સપનાને સાકાર કરવા માટે વડાપ્રધાને દેશવાસીઓને એક ખાસ ડિજિટલ પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરિત કર્યા છેઃ
દરેક નાગરિક પોતે હેન્ડલૂમ (હાથશાળ) માંથી બનેલી કોઈને કોઈ પ્રોડક્ટ અથવા કપડાં જરૂર ખરીદે.
એ હેન્ડલૂમ વેરાયટી સાથે એક નાનો વિડિયો અથવા રીલ (Reel) બનાવે અને તેને સોશિયલ મીડિયા પર દુનિયા સમક્ષ રજૂ કરે.
આ ઝુંબેશ દ્વારા ભારતીય વણકરોના હુન્નર, ક્ષમતા અને મહેનતનો પરિચય આખી દુનિયાને કરાવી શકાશે. વડાપ્રધાન મોદીએ અંતમાં તમામ દેશવાસીઓને ૭ August ‘રાષ્ટ્રીય હસ્તકળા દિવસ' ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
