News of Saturday, 2nd May 2026
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રેરણાદાયી પત્ર પાઠવીને રાજ્યના ખમીરને બિરદાવ્યું
પીએમ મોદીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતે ભૂકંપ અને વાવાઝોડા જેવી કપરી પરિસ્થિતિઓમાંથી બહાર આવીને દેશ માટે એક મોડેલ સ્ટેટ તરીકેનું ઉદાહરણ પૂરું પાડ્યું

ગુજરાત સ્થાપના દિવસના પાવન અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક વિશેષ સંદેશ પાઠવીને રાજ્યની પ્રગતિને બિરદાવી છે. પીએમ મોદીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતે ભૂકંપ અને વાવાઝોડા જેવી કપરી પરિસ્થિતિઓમાંથી બહાર આવીને દેશ માટે એક મોડેલ સ્ટેટ તરીકેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ખાસ કરીને મહિલા, ખેડૂત અને યુવાઓના વિકાસ માટેની સરકારની નીતિઓને જનતાએ જે રીતે આશીર્વાદ આપ્યા છે તેની પ્રશંસા કરી હતી. આ પ્રેરણાદાયી સંદેશ બદલ મુખ્યમંત્રીએ પીએમ મોદીનો આભાર માનતા જણાવ્યું કે, તેમના વિઝન અને માર્ગદર્શન હેઠળ ગુજરાત કૃષિ, ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા આગળ વધી રહ્યું છે
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
