<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતમાં આગમન :ગાંધીનગરમાં ડિનર ડિપ્લોમસી :સરકાર અને સંગઠન માટે મહત્વપૂર્ણ મુલાકાત

રાત્રિભોજનમાં રાજ્યના તમામ મંત્રીઓ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી પણ હાજર રહેશે.

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે 13 નવેમ્બરેથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેમનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે. હવે તેઓ ગાંધીનગર રાજભવન પહોંચશે. રાત્રે મુખ્યમંત્રી નિવાસસ્થાને મંત્રીમંડળ સાથે ડિનર ડિપ્લોમસી કરશે. આ રાત્રિભોજનમાં રાજ્યના તમામ મંત્રીઓ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી પણ હાજર રહેશે.

 

વડાપ્રધાનના ગુજરાત પ્રવાસનું સૌથી મહત્વપૂર્ણ પાસું ગાંધીનગરમાં યોજાનાર રાત્રિભોજન છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે.  આ ડિનરનું આયોજન રાજકીય દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ રાત્રિભોજનમાં રાજ્યના તમામ મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

 

 

વડાપ્રધાનનો બે દિવસીય ગુજરાત પ્રવાસ રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન બંને માટે મહત્વપૂર્ણ બની શકે છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાનારી ડિનર ડિપ્લોમસીમાં વડાપ્રધાન સાથે મંત્રીઓ અને સંગઠનના અગ્રણીઓની હાજરી રાજકીય ચર્ચાનો વિષય બની છે. હવે સૌની નજર આ રાત્રિભોજન દરમિયાન થનારી ચર્ચાઓ અને વડાપ્રધાનના આગામી કાર્યક્રમો પર રહેશે.

(8:44 PM IST)