<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની અવિરત જનસેવા - સાધનાની સેવા સંકલ્પ અભિયાનથી રાજ્યવ્યાપી ઉજવણી : 'સેવા મેરા યોગદાન'નો મંત્ર સાકાર થયો

૭૬મા જન્મદિવસ નિમિત્તે યોજાયેલા રક્તદાન શિબિરોમાં ઉત્સાહપૂર્ણ ભાગીદારી : એક જ દિવસમાં ૪૧૦ કેમ્પમાંથી ૧૮,૫૦૦થી વધુ બ્લડ બોટલ્સ એકત્રિત થઈ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અવિરત જન સેવા સાધનાના ૨૫ વર્ષની સફળતાની ઉજવણી સમગ્ર દેશમાં 'સેવા સંકલ્પ અભિયાન'થી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ એટલે કે ૧૭ સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા આ અભિયાન અંતર્ગત એક મહિના સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમો જનભાગીદારીથી આયોજિત કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પ:
વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં સમગ્ર રાજ્યમાં રક્તદાન કેમ્પનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. 'સેવા મેરા યોગદાન'ના મંત્ર સાથે 'રક્તદાન મહાદાન' અને 'આપણા રક્તનું એક ટીપું કોઈ જરૂરતમંદને આપશે જીવનદાન'ના ધ્યેય સાથે રાજ્યના ૩૪ જિલ્લાઓમાં ૪૧૦ જેટલા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ લોકભાગીદારીથી આયોજિત કરાયા હતા.

યુવાનો અને સુરક્ષાકર્મીઓની ઉત્સાહભેર ભાગીદારી:
આ રાજ્યવ્યાપી શિબિરોમાં એન.સી.સી. કેડેટ્સ, વિદ્યાર્થીઓ, યુવાનો, સુરક્ષાકર્મીઓ અને સમાજસેવી નાગરિકો મોટી સંખ્યામાં રક્તદાતા તરીકે જોડાયા હતા. આ તમામ કેમ્પ્સમાંથી કુલ ૧૮,૫૭૮ બોટલ રક્ત એકત્રિત થયું હતું.

જન જન સુધી સેવાકાર્યો પહોંચાડવાનો સંકલ્પ:
વડાપ્રધાનના સુશાસન કાળ અને સેવાકાર્યોને જન જન સુધી પહોંચાડવાના બહુવિધ કાર્યક્રમોમાં તેમના ૭૬મા જન્મદિવસે યોજાયેલી આ રક્તદાન શિબિર અત્યંત મહત્વપૂર્ણ અને સફળ સાબિત થઈ છે.

(1:01 PM IST)