<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

આઠમા પગાર પંચમાં લઘુતમ બેઝિક પગાર રૂ.૬૯૦૦૦ રાખવાનો પ્રસ્‍તાવ

નેશનલ કાઉન્‍સિલની સ્‍ટાફ સાઈડે સરકારને સુપ્રત કરેલું મેમોરન્‍ડમ : કર્મચારીનાં પરિવારને ૩ યુનિટ ગણવાને બદલે પાંચ યુનિટ ગણવાની પણ ભલામણ કરવામાં આવી

નવી દિલ્‍હી, તા.૨૨: કન્‍સલટેટિવ મશીનરી)ની સ્‍ટાફ સાઈડે ૧૪ એપ્રિલ, સરકારી કર્મચારીઓનાં પગારમાં મોટા ફેરફારની માંગ ૨૦૨૬નાં રોજ સરકારને સોંપેલા મેમોરન્‍ડમમાં લઘુતમ અંગે આઠમા પગાર પંચથી જોડાયેલ એક મહત્ત્વપૂર્ણ બેઝિક પગાર ૬૯૦૦૦ રૂપિયા કરવાનો પ્રસ્‍તાવ રજૂ કરવામાં ભલામણ સામે આવી છે. નેશનલ કાઉન્‍સિલ (જોઈન્‍ટ આવ્‍યો છે.

ફિટમેન્‍ટ ફેક્‍ટર મર્યાદિત નથી પણ ખોરાક, ઘર, ભણતર, હેલ્‍થકેર, ટ્રાન્‍સપોર્ટ, અને ટેક્રોલોજિકલ અને ડિજિટલ જરૂરિયાતો સામેલ હોય.

આ માંગ ફક્‍ત વધારવા સુધી કર્મચારીઓનો પગાર નક્કી કરવાનાં વર્તમાન માળખામાં મોટા અને સંરચનાત્‍મક ફેરફારની તરફ પણ ઇશારો કરે છે. આઠમા પગાર પંચે પોતાના ઓફિશિયલ પોર્ટલ અને માયજીઓવી પ્‍લેટફોર્મ પર હોસ્‍ટ કરવામાં આવેલા એક સ્‍ટ્રકચર્ડ ક્‍વેશ્નર દ્વારા એમ્‍પલોઇઝ, પેન્‍શનર્સ અને સ્‍ટેકહોલ્‍ડર્સ પાસેથી માહિતી માંગી છે.

મેમોરન્‍ડમમાં જણાવવામાં આવ્‍યું છે કે લઘુતમ પગાર એક સાયન્‍ટિફિક લિવિગ વેઝ ફોર્મ્‍યુલા પર આધારિત હોવો જોઈએ. જેમાં ! પરિવારને ૩ યુનિટ માનવાની વર્તમાન સિસ્‍ટમ સમાપ્ત થવી જોઈએ અને પરિવારને પાંચ યુનિટ માનવું જોઈએ. કર્મચારી ૧ યુનિટ પતિ કે પત્‍ની ૧ યુનિટ, પહેલુ બાળક ૦.૮ યુનિટ, બીજુ બાળક ૦.૮ યુનિટ, માતા ૦.૮ યુનિટ અને પિતા ૦.૮ યુનિટ. જેનો કુલ સરવાળો પ.ર યુનિટ એટલે કે રાઉન્‍ડ ઓફ પાંચ યુનિટ થાય છે.

આ ફેરફાર એ હકીકતને દર્શાવે છે કે અનેક સરકારી કર્મચારી પોતાના જીવનસાથી અને બાળકોની સાથે પોતાના માતા-પિતાનું પણ ધ્‍યાન રાખે છે. મેમોરન્‍ડમમાં જણાવવામાં આવ્‍યું છે કે આવી જવાબદારીને મેન્‍ટેનન્‍સ એન્‍ડ વેલફેર ઓફ પેરેન્‍ટ્‍સ એન્‍ડ સિનિયર સિટિઝન એકટ જેવા કાયદાકીય નિયમોનું સપોર્ટ પણ છે.

(10:38 AM IST)