<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

ફ્રાન્સમાં સરકાર સામે વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન:દેશભરમાં 16 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

પેરિસ, લિયોન સહિત અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ:પેરિસમાં અનેક હાઈસ્કૂલોમાં તોડફોડ :એક શાળામાં આગચંપી

ફ્રાન્સમાં સરકાર સામે વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન યથાવત રહેતાં સ્થિતિ વણસી રહી છે. આયોજકોના દાવા મુજબ, દેશભરમાં 16 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે. પેરિસ, લિયોન સહિત અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. પેરિસમાં અનેક હાઈસ્કૂલોમાં તોડફોડ કરવામાં આવી હતી, જ્યારે એક શાળામાં આગચંપીની ઘટના પણ સામે આવી છે   સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

  ફ્રાન્સના ગૃહ મંત્રાલયના દાવા મુજબ, અથડામણમાં 53 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જ્યારે અત્યાર સુધીમાં 448 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, અનેક કામદારો પણ નોકરી છોડીને હડતાળમાં જોડાતાં વિરોધનું પ્રમાણ વધી રહ્યું છે. પહેલેથી જ રાજકીય અને આર્થિક પડકારોનો સામનો કરી રહેલી રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોની સરકાર માટે આ વિરોધ પ્રદર્શનો નવી મુશ્કેલી ઊભી કરી શકે છે.

(3:52 PM IST)