<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

મુખ્યમંત્રી ભગવંત માનના કાર્યાલય સામે ભ્રષ્ટાચારના આરોપો અંગે પંજાબ સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે

ભ્રષ્ટાચારના આરોપોની સીબીઆઈ તપાસના આદેશને પડકારતી પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે

પંજાબ સરકારની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના કાર્યાલય સામે ભ્રષ્ટાચારના આરોપો અંગે પંજાબ સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. જસ્ટિસ દીપાંકર દત્તા અને શીલ નાગુની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. ભ્રષ્ટાચારના આરોપોની સીબીઆઈ તપાસના આદેશને પડકારતી પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

(12:25 AM IST)