<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

રાઘવ ચઢ્ઢા ભાજપમાં મેળામાં મળતા જામફળ બની ગયા : એમની હાલત કેપ્ટન અમરિંદર જેવી થશે:સીએમ ભગવંત માનનું મોટું નિવેદન

તેમણે કહ્યું કે ભાજપે પંજાબ સાથે વિશ્વાસઘાત કર્યો છે. શિવસેના (UBT), કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટીમાં પણ આ પ્રકારથી જ વોશિંગ મશીનનો ઉપયોગ કર્યો

નવી દિલ્હી :રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના બે-તૃતીયાંશ સાંસદો દ્વારા ભાજપમાં વિલય થવાની જાહેરાત અંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને તેમની પ્રતિક્રિયા આપી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાઘવ ચઢ્ઢા ભાજપમાં મેળામાં મળતા જામફળ બની ગયા છે. તેમની સ્થિતિ કેપ્ટન અમરિંદર જેવી થશે.

તેમણે આક્રમક પ્રહાર કરતાં કહ્યું કે ભાજપે પંજાબ સાથે વિશ્વાસઘાત કર્યો છે. શિવસેના (UBT), કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટીમાં પણ આ પ્રકારથી જ વોશિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપનો પંજાબમાં કોઈ જ આધાર નથી.

ભાજપની પંજાબ ક્યારેય બનતી નથી. તેને પંજાબીઓની સાથે ક્યારે સારા સંબંધ રહેતા નથી. જો કોઈ વાતને લઈ પંજાબના લોકો ખુશ થાય છે તો ભાજપ તે સ્થિતિને ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બની તો RDFના પૈસા અટકાવ્યા, ત્યારબાદ પ્રયત્ન કર્યો કે અમારા ધારાસભ્યોને બદનામ કરવામાં આવે.

કિસાન આંદોલન બાદથી ભાજપ પંજાબ પ્રત્યે અયોગ્ય વલણ ધરાવે છે. ભાજપનું માનવું છે કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીત ન મળી શકી માટે આ પ્રકારનું ષડયંત્ર રચતી રહી છે.

ભાજપે પંજાબના લોકોની સાથે ગદ્દારી કરી છે. પંજાબના રાજ્યસભા સાંસદોને પોતાની છાવણીમાં લઈ લીધા છે. જ્યારે વોશિંગ મશીન કે જે શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે તથા કોંગ્રેસમાં ચાલે છે તે તેમની સાથે જ પણ કર્યું છે.

ભાજપ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવવાથી ગભરાઈ ગયા છે. માટે અમારી પાર્ટી તોડવાનો પ્રયત્ન કર્યો છે.

(9:07 PM IST)