News of Monday, 9th November 2026
26 નવેમ્બરે રાહુલ ગાંધી મણિપુરની મુલાકાતે જશે : હિંસાગ્રસ્ત પરિવારો અને વિસ્થાપિત લોકો સાથે કરશે મુલાકાત
હિંસામાં પરિવારના સભ્યો ગુમાવનારા પરિવારોને મળશે:રાહત શિબિરોમાં રહેતા લોકોની મુશ્કેલીઓ, જીવનનિર્વાહની સમસ્યાઓ અને તેમને મળી રહેલી સરકારી સહાય અંગે પણ તેઓ માહિતી મેળવી શકે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આગામી 26 નવેમ્બરે મણિપુરની મુલાકાતે જઈ શકે છે. આ એક દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી જાતિગત હિંસાથી પ્રભાવિત લોકો અને વિસ્થાપિત પરિવારો સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી હિંસામાં પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારોની વ્યથા સાંભળશે તેમજ રાહત શિબિરોમાં રહેતા લોકોની પરિસ્થિતિનો તાગ મેળવશે.
મળતી માહિતી અનુસાર, રાહુલ ગાંધી પોતાના પ્રવાસની શરૂઆત મણિપુરની રાજધાની ઇમ્ફાલથી કરશે. અહીં તેઓ હિંસાને કારણે પોતાનાં ઘર છોડવા મજબૂર બનેલા વિસ્થાપિત લોકો સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત, હિંસામાં પરિવારના સભ્યો ગુમાવનારા પરિવારોને પણ મળશે. રાહત શિબિરોમાં રહેતા લોકોની મુશ્કેલીઓ, જીવનનિર્વાહની સમસ્યાઓ અને તેમને મળી રહેલી સરકારી સહાય અંગે પણ તેઓ માહિતી મેળવી શકે છે. ઇમ્ફાલ બાદ રાહુલ ગાંધી ચુરાચાંદપુરની મુલાકાત લેશે. આ વિસ્તાર પણ મણિપુરમાં ચાલી રહેલા સંઘર્ષથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં સામેલ રહ્યો છે. અહીં તેઓ હિંસાનો ભોગ બનેલા લોકો સાથે સીધો સંવાદ કરશે અને તેમની વર્તમાન સ્થિતિ જાણશે. આ પ્રવાસનો મુખ્ય હેતુ હિંસાગ્રસ્ત લોકોની સમસ્યાઓ સમજવાનો અને તેમની પીડા જાણવાનો હોવાનું માનવામાં આવે છે. જોકે, મુલાકાતનો વિગતવાર કાર્યક્રમ હજુ જાહેર કરવામાં આવ્યો નથી.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
