News of Monday, 4th May 2026
પુડુચેરીમાં રંગાસ્વામીનો રથ અજેયઃ NDA ગઠબંધન ફરી સત્તાના શિખરે, વિજયની પાર્ટીનો ધમાકેદાર પ્રવેશ!
થલાપતિ વિજયની TVK પાર્ટીએ પ્રથમ જ પ્રયાસમાં ચાર બેઠકો પર કબજો જમાવીને પરંપરાગત પક્ષોની ઊંઘ ઉડાડી ૩૦ બેઠકોના જંગમાં NRC+ ગઠબંધને બહુમતીનો આંકડો પાર કર્યોઃ કોંગ્રેસના સુપડા સાફ

પુડુચેરી, તા.૪: દક્ષિણ ભારતના મનોહર કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં આજે કેસરીયો લહેરાયો છે અને નમસ્તેનો અવાજ ગુંજી રહ્યો છે.મતગણતરીમાં વલણો શરૂઆતથી જ NDAની તરફેણમાં રહ્યા હતા. એક્ઝિટ પોલની આગાહીઓને સાર્થક ઠેરવતા, મુખ્યમંત્રી એન. રંગાસ્વામી અને ભાજપના ગઠબંધને ૧૬ થી વધુ બેઠકો પર લીડ મેળવીને બહુમતીનો જાદુઈ આંકડો સ્પર્શ કરી લીધો છે. ૯ લાખથી વધુ મતદારોએ જે ઉત્સાહથી મતદાન કર્યું હતું, તેનું પરિણામ આજે સ્પષ્ટપણે શાસક પક્ષના વિકાસ કાર્યો પર વિશ્વાસના રૂપમાં જોવા મળી રહ્યું છે.
આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર અભિનેતા વિજયની નવી પાર્ટી વ્સ્ધ્ એ કર્યો છે. તમિલનાડુની સાથે સાથે પુડુચેરીમાં પણ થલાપતિનો જાદુ કામ કરી ગયો હોય તેમ લાગે છે, કારણ કે તેમની પાર્ટીએ ૪ બેઠકો પર મજબૂત પકડ બનાવીને ત્રીજી શક્તિ તરીકે ઉભરી આવી છે. બીજી તરફ, એક સમયે પુડુચેરીમાં પ્રભુત્વ ધરાવતી કોંગ્રેસ માત્ર ૩-૪ બેઠકો પર સમેટાઈ ગઈ છે. મનાદિપેટથી એ. નમસ્સ્વયમ અને રાજભવન બેઠક પરથી વી.પી. રામલિંગમ જેવા ભાજપના દિગ્ગજોએ પોતાની બેઠકો જાળવી રાખીને ગઠબંધનને મજબૂતી આપી છે.મુખ્યમંત્રી એન. રંગાસ્વામી મંગલમ બેઠક પરથી પ્રચંડ સરસાઈ સાથે આગળ વધી રહ્યા છે, જે તેમની લોકપ્રિયતાનો પુરાવો છે. પુડુચેરીમાં મહિલા મતદારોની સંખ્યા પુરુષો કરતા વધુ છે, અને એવું માનવામાં આવે છે કે કલ્યાણકારી યોજનાઓએ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. હવે જ્યારે NRC+ ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે, ત્યારે TVK નો ઉદય આવનારા સમયમાં પુડુચેરીના રાજકારણને વધુ રસપ્રદ બનાવશે. ભવ્ય ઉજવણીના દ્રશ્યો વચ્ચે પુડુચેરીમાં ફરી એકવાર રંગા-ભાજપ શાસનનો સૂર્યોદય થયો છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
